ગુજરાતમાં પહેલીવાર મુકાયું કોન્ડોમ વેન્ડિંગ મશીન! QR કોડ સ્કેન કરી મનપસંદ ફ્લેવરની ખરીદી કરો

સુરતના બે મિકેનિકલ એન્જિનિયરોએ કોન્ડોમ વેન્ડિંગ મશીનની શોધ કરી છે. ક્યુ આર કોટના માધ્યમથી ડિજિટલ પેમેન્ટ કરી આ મશીન થકી હવે 24 કલાકમાં ક્યારેય પણ કોન્ડોમની ખરીદી કરી શકે છે. 

ગુજરાતમાં પહેલીવાર મુકાયું કોન્ડોમ વેન્ડિંગ મશીન! QR કોડ સ્કેન કરી મનપસંદ ફ્લેવરની ખરીદી કરો

ચેતન પટેલ/સુરત: ગુજરાતમાં પ્રથમવાર સુરત શહેરમાં કોન્ડોમ વેન્ડિંગ મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. સુરતના ડભોલી ચાર રસ્તામાં શ્યામ મેડિકલમાં વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યું છે. મેડિકલ શોપ પર જઈને કોન્ડોમની ખરીદી શરમજનક લાગે છે. આ પરિસ્થિતિને જોઈને સુરતના બે મિકેનિકલ એન્જિનિયરોએ કોન્ડોમ વેન્ડિંગ મશીનની શોધ કરી છે. ક્યુ આર કોટના માધ્યમથી ડિજિટલ પેમેન્ટ કરી આ મશીન થકી હવે 24 કલાકમાં ક્યારેય પણ કોન્ડોમની ખરીદી કરી શકે છે. 

સુરત સહિત અન્ય શહેરોમાં લોકોએ સેનિટરી પેડ માટે વેન્ડિંગ મશીન અંગે સાંભળ્યું હશે અથવા તો જોયું પણ હશે. પરંતુ ગુજરાતમાં પ્રથમ વાર સુરત શહેરમાં કોન્ડોમ વેન્ડિંગ મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. સાંભળીને આશ્ચર્ય થશે. પરંતુ સુરત શહેરના બે મેકેનિકલ એન્જિનિયર જીગર ઉનગર અને ભાવિક વોરા દ્વારા આ મશીન બનાવવામાં આવી છે. 

વર્ષ 2019માં સુરતના ગાંધી એન્જિનિયરિંગ કોલેજ થી તેઓએ મેકેનિકલ એન્જિનિયરિંગ કરી છે. કોન્ડોમની ખરીદી કરતી વખતે લોકો શરમજનક સ્થિતિમાં મુકાઈ જાય છે જેથી અમે બન્ને મિત્રોએ આ મશીન બનાવવાનો નક્કી કર્યો. આ મશીનનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ અને ઝડપી છે. કોન્ડોમની ખરીદી માટે મેડિકલ સ્ટોરની મુલાકાત અને તેના માટે પૂછવા કરતાં વધુ સારો વિકલ્પ છે. 

મશીનમાં ચાર પ્રકારના કોન્ડોમ ઉપલબ્ધ છે. મશીન પર કોન્ડોમ બોક્સની તસવીરો છે. જેની નીચે એક બટન અને પ્રોડક્ટ નંબર લખેલ છે. ઉપલબ્ધ બ્રાન્ડ્સ મેનફોર્સ અને સ્કોર છે. તમારે જે ઉત્પાદન ખરીદવાનું છે તેની નીચેનું બટન દબાવવાનું છે. તમે બટન દબાવો તે પછી, સ્ક્રીન તમને સ્કેન કરીને ચૂકવણી કરવા માટે QR કોડ સાથે ઉત્પાદનની કિંમત બતાવશે. એકવાર ચુકવણી થઈ જાય, પછી ઉત્પાદનને તમારા માટે એકત્રિત કરવા માટે મશીનની બહાર ધકેલવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news