BIG NEWS: તલાટીની પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ સમાચાર: જાણો ક્યારથી ડાઉનલોડ થશે કોલ લેટર, નોટિફિકેશન જાહેર

તલાટી કમ મંત્રીના કોલ લેટર, હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો સમયગાળો આવતીકાલે 27 તારીખથી લઈ અને આગામી તા. 7 મે એટલે કે એક્ઝામના દિવસ સુધી ડાઉનલોડ કરી શકાશે.

BIG NEWS: તલાટીની પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ સમાચાર: જાણો ક્યારથી ડાઉનલોડ થશે કોલ લેટર, નોટિફિકેશન જાહેર

ઝી બ્યુરો/ગાંધીનગર: તલાટી કમ મંત્રીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. આખરે ઉમેદવારોની આતુરતાથી અંત આવી ગયો છે. હવે ગણતરીના દિવસોમાં એટલે કે આગામી તારીખ 7ના રોજ તલાટી કમ મંત્રીની લેખિત પરીક્ષા યોજાશે. જેના ભાગરૂપે આ પરીક્ષાના કોલલેટર આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે. 27 એપ્રિલને ગુરુવારે બપોરે 1 વાગ્યા બાદ સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.

No description available.

તલાટી કમ મંત્રીના કોલ લેટર, હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો સમયગાળો આવતીકાલે 27 તારીખથી લઈ અને આગામી તા. 7 મે એટલે કે એક્ઝામના દિવસ સુધી ડાઉનલોડ કરી શકાશે. તેમ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.

નોંધનીય છે કે આગામી તા. 7 મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાશે. જેમાં સંમતિપત્ર આપવાનું ફરજિયાત કરાવ્યું હતું ત્યારે આ સંમતિ 8.65 લાખ ઉમેદવારોએ ભર્યા છે. તેઓના જ કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે. તલાટીની પરીક્ષા માટે સંમતિપત્ર ભરવાનો સમય ગત 20 ના રોજ પૂર્ણ થયો હતો, જેમાં કુલ 8,65,000 ઉમેદવારો સંમતિ પત્ર ભર્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news