Shani-Guru Vakri 2023: વક્રી શનિ-ગુરૂએ આ જાતકો માટે ખોલ્યો ભાગ્યનો ખજાનો, 31 ડિસેમ્બર સુધી મળશે ગોલ્ડન ચાન્સ

Shani-Guru Vakri 2023: શનિ તથા ગુરૂ વર્તમાનમાં વક્રી અવસ્થામાં છે અને બે રાશિઓ પર પોતાની કૃપા વરસાવી રહ્યાં છે. શનિ તથા ગુરૂની કૃપાથી આ રાશિના જાતકોને સુખ તથા સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે. 

Shani-Guru Vakri 2023: વક્રી શનિ-ગુરૂએ આ જાતકો માટે ખોલ્યો ભાગ્યનો ખજાનો, 31 ડિસેમ્બર સુધી મળશે ગોલ્ડન ચાન્સ

Shani-Guru Vakri 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિ તથા દેવગુરૂ બૃહસ્પતિને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવ્યા છે. આ બંને ગ્રહોની સ્થિતિ તથા ચાલ દરેક 12 રાશિઓને પ્રભાવિત કરે છે. વર્તમાનમાં શનિ પોતાની સ્વરાશિ કુંભમાં અને દેવગુરૂ બૃહસ્પતિ મેષ રાશિમાં બિરાજમાન છે. ખાસ વાત છે કે આ બંને ગ્રહ વક્રી અવસ્થામાં એટલે કે ઉલ્ટી ચાલ ચાલી રહ્યાં છે. ગુરૂ તથા શનિના વક્રી અવસ્થામાં હોવાથી બે રાશિના જાતકો માટે આ સમય વરદાન સમાન છે. ગુરૂ તથા શનિની ઉલ્ટી ચાલમાં બે રાશિના જાતકોને મોટો ફાયદો થશે. જાણો કઈ રાશિને મળશે લાભ.

શનિ તથા ગુરૂ ક્યારે થશે માર્ગીઃ શનિ 4 નવેમ્બર 2023ના કુંભ રાશિમાં માર્ગી થશે અને દરેક રાશિઓને પ્રભાવિત કરશે. જ્યારે દેવગુરૂ બૃહસ્પતિ 31 ડિસેમ્બરે માર્ગી થશે. ગુરૂ 4 સપ્ટેમ્બરે સાંજે 7.40 કલાકે મેષ રાશિમાં વક્રી થયા હતા. 

શનિ તથા ગુરૂની વક્રી ચાલનો આ રાશિઓ પર શુભ પ્રભાવ
મકર રાશિઃ
મકર રાશિના જાતકો માટે શનિ તથા ગુરૂની વક્રી ચાલ અત્યંત લાભકારી રહેવાની છે. આ બંને ગ્રહોની ઉલ્ટી ચાલથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થઈ શકે છે. તમારા કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધવા અને તેમને નવી જવાબદારી મળવાની સંભાવનાનો સમય છે. આ સિવાય ગ્રહોની સ્થિતિ તમારા માટે સંપત્તિ કે વાહનમાં રોકાણ કરવાની તકનો સંકેત આપી રહી છે. આ સમયે તમારે વધુમાં વધુ લાભ ઉઠાવવો જોઈએ. 

મિથુન રાશિઃ મિથુન રાશિના જાતક આ સમયમાં સારા લાભની આશા કરી શકે છે. ગુરૂ તથા શનિ ગ્રહ તમારા જીવનમાં ભાગ્ય તથા સફળતા લઈ આવી શકે છે. તમે તમારા કોઈપણ પ્રયાસમાં સકારાત્મક પરિણામની આશા કરી શકો છો. તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે અને આધ્યાત્મિક કે વ્યાવસાય-સંબંધી યાત્રાઓનો અવસર પણ સામે આવી શકે છે. બૃહસ્પતિ-શનિનું વક્રી થવું તમારા માટે કોઈ વરદાનથી ઓછું નથી. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news