Weight Loss Drink: આ એક ડ્રિંક પીવાથી પેટની ચરબી ઘટશે, તમને મળશે સ્લિમ બોડી
Apple Cider Vinegar For Weight Loss: વજન ઘટાડવા માટે આપણે અનેક પ્રયાસો કરતા હોઈએ, પરંતુ આજે તમને એક એવા ડ્રિંક વિશે જણાવી રહ્યાં છીએ જે પેટની ચરબી આસાનીથી ઓગાળી શકે છે.
Trending Photos
Seb Ka Sirka Se Kam Hoga Vajan: સોશિયલ મીડિયાના સમયમાં મોટા ભાગના લોકોની સ્લિમ અને ફિટ દેખાવાની ઈચ્છા હશે, પરંતુ ફેટ અને કમરની ચરબી ઘટાડવી સરળ હોતી નથી. તે માટે સ્ટ્રિક્ટ ડાઇટ અને હેવી વર્કઆઉટની જરૂર પડે છે. આજના સમયમાં વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં દરેક માટે કલાકો સુધી પરસેવો પાડવો સરળ હોતો નથી, આ સિવાય ઓયલી ફૂડ ખાવાની આદતથી કામ વધુ બગડે છે. આવો જાણીએ તે કયું ડ્રિંક છે, જેને પીવાથી વજન ઘટાડી શકાય છે અને તમે સ્લિમ થઈ શકો છો.
એપલ સાઇડર વિનેગરની મદદથી વજન ઘટશે
અમે વાત કરી રહ્યાં છીએ એપલ સાઇડર વિનેગર (Apple Cider Vinegar)ની. તે ખુબ હેલ્ધી ડ્રિંક છે, જેમાં ઘણા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમે તેનું રેગ્યુલર સેવન કરશો તો શરીરને ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ, એસિટિક, સાઇટ્રિક અને અમીનો એસિડ મળશે. આ વેગનર ફેટ બર્ન કરવામાં ઉપયોગી માનવામાં આવે છે, પરંતુ તમને તેના ઉપયોગની સાચી રીતનો ખ્યાલ હોવો જોઈએ.
એપલ સાઇડર વિનેગર કઈ રીતે ફેટ કરશે બર્ન?
એપલ સાઇડર વિનેગર (Apple Cider Vinegar)ની ખાસ વાત છે કે તેમાં કેલેરી ખુબ ઓછી હોય છે. સાથે તે એમિનો એસિડ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેટ્સથી ભરેલું હોય છે, તેનું સેવન કરવાથી ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ મળે છે. તે ડાઇઝેશનમાં મદદગાર છે, તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તે પીવાથી ઝેરી પદાર્થ શરીરમાંથી બહાર નિકળી જાય છે.
કઈ રીતે કરશો સેવન?
એપલ સાઇડર વિનેગરનું સેવન કરવાની સૌથી સારી રીત તમે જ્યારે સવારે ઉઠો ત્યારે એક ગ્લાસ ગરમ પાણીમાં 1 કે 2 ચમચી વિનેગર મિક્સ કરી દો. આ સિવાય તમે જમો તેની 30 મિનિટ પહેલાં આ ડ્રિંકનું સેવન કરી શકો છો. નિયમિત રૂપથી આ વિધિ અપનાવતા થોડા સમયમાં તેની અસર જોવા મળશે.
(ડિસ્ક્લેમરઃ સામાન્ય જાણકારીના આધારે આ માહિતી આપવામાં આવી છે. તમે આ માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે