પૂજા કરતી વખતે તુલસીના કુંડામાં પધરાવી દો આ વસ્તુ, દિવસ રાત ઘરમાં વધતો રહેશે રુપિયો, દુર થઈ જશે ગરીબી

Dhan Labh Upay: તુલસીનું મહત્વ વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર જો નિયમિત રીતે તુલસીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તુલસીની પૂજાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલસીની પૂજા કરતી વખતે કેટલાક ઉપાયો કરવામાં આવે તો તેનાથી ઘરની દરિદ્રતા પણ દુર થઈ જાય છે.

પૂજા કરતી વખતે તુલસીના કુંડામાં પધરાવી દો આ વસ્તુ, દિવસ રાત ઘરમાં વધતો રહેશે રુપિયો, દુર થઈ જશે ગરીબી

Dhan Labh Upay: હિંદુ ધર્મમાં તુલસીના છોડનું ઘણું મહત્વ છે. ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવો અને તેની પૂજા કરવી શુભ ગણાય છે.  તુલસીનો ઉપયોગ ઔષધિ તરીકે પણ થાય છે. તુલસીનું મહત્વ વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર જો નિયમિત રીતે તુલસીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તુલસીની પૂજાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલસીની પૂજા કરતી વખતે કેટલાક ઉપાયો કરવામાં આવે તો તેનાથી ઘરની દરિદ્રતા પણ દુર થઈ જાય છે.

આ પણ વાંચો:

શેરડીનો રસ 

તુલસીના છોડમાં શેરડીનો રસ અર્પણ કરવો શુભ માનવામાં આવે છે. તુલસીના છોડમાં શેરડીનો રસ અર્પણ કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે.  

દીવો પ્રગટાવો

તુલસીના છોડા પાસે રોજ સાંજે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ ગણાય છે. તુલસીક્યારે દીવો કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.  
 

જળ અર્પણ કરો

તુલસીના છોડમાં નિયમિત જળ અર્પણ કરવું જોઈએ. દરરોજ સવારે સૂર્યોદય સમયે તુલસીજીમાં જળ અર્પણ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.  

તુલસીનું મૂળ

તુલસીના મૂળમાંથી એક ટુકડો તોડી તેની પૂજા કરી અને શુભ મુહૂર્તમાં ગળામાં બાંધવાથી જીવનની સમસ્યા દુર થાય છે. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ ઉપાયથી નજર દોષ દુર થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news