આ સુપરસ્ટારના બોડીગાર્ડનો છે સૌથી વધુ પગાર, આવક સાંભળીને તમે પણ ચોંકી જશો!

Highest Paid Celeb Bodyguard: સલમાન ખાન કે રજનીકાંતના બોડીગાર્ડનો પગાર સૌથી વધુ નથી. રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન તેના બોડીગાર્ડને વાર્ષિક કરોડો રૂપિયા ચૂકવે છે.

આ સુપરસ્ટારના બોડીગાર્ડનો છે સૌથી વધુ પગાર, આવક સાંભળીને તમે પણ ચોંકી જશો!

Bollywood Actors Bodyguard: બોલિવૂડથી લઈને ટોલીવુડ સુધીના તમામ સેલેબ્સ તેમની સિક્યોરિટી પર ઘણો ખર્ચ કરે છે. બોડીગાર્ડને તગડો પગાર આપનારા સેલેબ્સની યાદીમાં સલમાન ખાન, અક્ષય કુમારથી લઈને રજનીકાંત અને કમલ હસન સહિત અનેક સેલેબ્સના નામ સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે કયો સુપરસ્ટાર પોતાના બોડીગાર્ડને સૌથી વધુ પગાર આપે છે? આ સેલેબ બીજું કોઈ નહીં પણ બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન છે. રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાનના બોડીગાર્ડની વાર્ષિક આવક 2.7 કરોડ રૂપિયા છે.

શાહરૂખ ખાનના બોડીગાર્ડનો કરોડોમાં છે પગાર!
શાહરૂખ ખાનનો બોડીગાર્ડ રવિ સિંહ સૌથી વધુ પગાર મેળવનાર સેલિબ્રિટી બોડીગાર્ડ છે. રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાનના બોડીગાર્ડ્સ દર મહિને લગભગ 17 લાખ રૂપિયા ચાર્જ કરે છે, જે વાર્ષિક 2.7 કરોડ રૂપિયા થાય છે. સુપરસ્ટારના બોડીગાર્ડને પ્રાઈવેટ કંપનીના સીઈઓ જેટલો પગાર મળે છે.

No description available.

સલમાનનો બોડીગાર્ડ શેરા પણ કોઈથી ઓછો નથી!
રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન પછી સલમાન ખાન જ છે જે પોતાની સુરક્ષા પર ઘણો ખર્ચ કરે છે. સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા લગભગ 29 વર્ષથી અભિનેતા સાથે છે. કહેવાય છે કે શેરાને દર મહિને લગભગ 15 લાખ રૂપિયા પગાર મળે છે, જે વાર્ષિક 2 કરોડ છે. રિપોર્ટ્સ અનુસાર, સલમાન બાદ આમિર ખાન પણ તેના બોડીગાર્ડ યુવરાજને લગભગ 2 કરોડ રૂપિયા વાર્ષિક પગાર આપે છે. દીપિકા પાદુકોણનો બોડીગાર્ડ જલાલ પણ ઘણીવાર જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રીના બોડીગાર્ડની સેલરી 1.2 કરોડ વાર્ષિક છે.

No description available.

અનુષ્કા-અક્ષય 
રિપોર્ટ્સનું માનીએ તો અનુષ્કા શર્માનો બોડીગાર્ડ પ્રકાશ સિંહ ઉર્ફે સોનુ પણ તગડો પગાર લે છે. બોડીગાર્ડ સોનુ અનુષ્કા તેમજ તેની પુત્રી વામિકાના સિક્યોરિટી હેડ છે. અનુષ્કાના બોડીગાર્ડ્સ વાર્ષિક 1.2 કરોડ પગાર લે છે. તો બીજી તરફ, અક્ષય કુમારના ફેમિલી બોડીગાર્ડ શ્રેયસ થેલે અભિનેતા તેમજ તેની પત્ની ટ્વિંકલ ખન્ના અને પુત્ર આરવની સંભાળ રાખે છે, વાર્ષિક 1.2 કરોડનો પગાર લે છે.

No description available.

આ પણ વાંચો:
PM મોદીને મળ્યું ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન,આ સન્માન મેળવનારા પહેલા ભારતીય PM
ચોમાસામાં ફરવા માટે આ જગ્યાઓ છે બેડ ચોઈસ, ભુલથી પણ આ સીઝનમાં ટ્રીપ પ્લાન ન કરતાં

August Grah Gochar: જાણો કઈ કઈ રાશિઓને થશે સૂર્ય, મંગળ અને શુક્રના ગોચરથી લાભ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news