શું તમારા ત્યાં પણ બિલાડી આવે છે? બિલાડી વિશે આ વાત જાણીને તમે પણ ચોંકી જશો
આપણા સમાજમાં ઘણી વસ્તુઓમાં શુભ-અશુભ માનવામાં આવે છે. આસપાસના લોકો પાસેથી જાણેલી વાતો સાંભળીને દરેક વસ્તુઓમાં લોકો પોતાની રાય બનાવી લેતા હોય છે. ત્યારે આજે આપણે વાત કરી રહ્યાં છીએ બિલાડીની. બિલાડીને લઈને આપણા સમાજમાં ઘણો અંધવિશ્વાસ જોડાયેલો છે.
Trending Photos
નવી દિલ્હીઃ સમાજમાં અનેક પ્રકારની માન્યતાઓ પ્રવર્તમાન હોય છે. આવી માન્યતાઓ આપણાં જીવનમાં ઘર કરી ગઈ હોય છે. એમાંય કેટલીક માન્યતાઓમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વાતની પણ સામેલ હોય છે. આવી જ કેટલીક માન્યતાઓ બિલાડી સાથે સંકળાયેલી છે. બિલાડી રસ્તો કાપી જાય તો ખરાબ કહેવાય. એવું ઘણાં લોકો માનતા હોય છે. ત્યારે જાણીએ આવીશ રસપ્રદ વાત.
આપણા સમાજમાં ઘણી વસ્તુઓમાં શુભ-અશુભ માનવામાં આવે છે. આસપાસના લોકો પાસેથી જાણેલી વાતો સાંભળીને દરેક વસ્તુઓમાં લોકો પોતાની રાય બનાવી લેતા હોય છે. ત્યારે આજે આપણે વાત કરી રહ્યાં છીએ બિલાડીની. બિલાડીને લઈને આપણા સમાજમાં ઘણો અંધવિશ્વાસ જોડાયેલો છે. માન્યતા છે કે, બિલાડી કોઈના ઘરમાં રડે તો તેનો મતલબ છે કે, તે કોઈ મૃત્યુનો ઈશારો કરી રહી છે. બિલાડી રડે એટલે ઘરમાં કોઈના મૃત્યુનો સંકેત છે. હિન્દૂ માન્યતાઓ અનુસાર બિલાડી ઝઘડતા કે રડતા જોવા મળે તો પરિવારમાં રહેલા વ્યક્તિનું કામ સફળ નથી થતું. જો કોઈ સૂતેલા વ્યક્તિના પગને બિલાડી સુંઘે છે તો તે વ્યક્તિ જલદી બિમાર થઈ જાય છે.
કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા હોય અને બિલાડી રસ્તા પરથી આડી ઉતરે તો તેને અપશકુન માનવામાં આવે છે. માન્યતા મુજબ જે કાર્ય કરવા જઈ રહ્યા હોય તે સફળ નથી થતું. જો વ્યક્તિને બિલાડી એકબીજા સાથે ઝઘડતી દેખાઈ તો તે ઘરમાં કલેશનો સંકેત આપે જો કોઈ વ્યક્તિ સૂઈ રહ્યું હોય અને બિલાડી તે વ્યક્તિને ટપીને જાય તો કહેવાય છે કે, તે વ્યક્તિને મૃત્યુ સમાન કષ્ટ ભોગવવો પડે છે. હિન્દૂ માન્યતાઓ અનુસાર દિવાળીની રાતે બિલાડી જોવા મળે તો તે ખુબ જ સારો સંકેત છે. જો કોઈ ઘરમાં બિલાડીના બચ્ચાનો જન્મ થાય છે તો તે બહુ શુભ માનવામાં આવે છે.
((નોંધઃ આ લેખમાં આપેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ નથી કરતું))
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે