સ્ટાર્ટઅપ-ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા આ બેંકે કર્ણાટક સરકાર સાથે કર્યા એમઓયુ

એચડીએફસી બેંકે કર્ણાટક સરકારની કર્ણાટક ઇનોવેશન એન્ડ ટેકનોલોજી સોસાયટી (કેઆઇટીએસ)ની સાથે એક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા હતા. 

સ્ટાર્ટઅપ-ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા આ બેંકે કર્ણાટક સરકાર સાથે કર્યા એમઓયુ

એચડીએફસી બેંકે કર્ણાટક સરકારની કર્ણાટક ઇનોવેશન એન્ડ ટેકનોલોજી સોસાયટી (કેઆઇટીએસ)ની સાથે એક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુ મુજબ, એચડીએફસી બેંક તેના ‘સ્માર્ટઅપ પ્રોગ્રામ’ હેઠળ ‘કર્ણાટક સ્ટાર્ટઅપ સેલ’માં નોંધણી પામેલા સ્ટાર્ટઅપ્સને બેંકિંગ અને નાણાકીય સેવાઓ પૂરી પાડશે.

બેંગ્લુરુ ટૅક સમિટની 25મી આવૃત્તિ દરમિયાન આ એમઓયુ કરવામાં આવ્યું હતું. કર્ણાટક ઇનોવેશન એન્ડ ટેકનોલોજી સોસાયટી (કેઆઇટીએસ)ના મેનેજિંગ ડિરેક્ટર મીના નાગરાજ સી. એન. (આઇએએસ) અને એચડીએફસી બેંકના બ્રાન્ચ બેંકિંગ હેડ સાઉથ અહેમદ ઝકારિયાએ રાજ્ય સરકારના અન્ય અધિકારીઓની હાજરીમાં આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. એચડીએફસી બેંક તરફથી બ્રાન્ચ બેંકિંગના ઝોનલ હેડ રજનિશ બરુઆ અને સ્ટાર્ટઅપ વર્ટિકલ હેડ મિથુન જૉન ઉપસ્થિત રહ્યાં હતા.

‘સ્માર્ટઅપ’ પ્રોગ્રામ એ દેશમાં સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે એચડીએફસી બેંકની પ્રમુખ પહેલ છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય સ્ટાર્ટ-અપ્સને સહાયરૂપ થવાનો છે, જેથી તેઓ બેંકના અત્યંત પ્રતિષ્ઠિત અને અત્યાધુનિક સ્માર્ટ ફાઇનાન્શિયલ ટૂલ્સની મદદથી પોતાના લક્ષ્યાંકોને હાંસલ કરી શકે. આ ઉપરાંત, આ પ્રોગ્રામ ભારત સરકારની ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ પહેલની સાથે સુસંગત પણ છે.

એચડીએફસી બેંક કેઆઇટીએસની સાથે ઘનિષ્ઠતાપૂર્વક જોડાયેલી છે અને આ એમઓયુ મારફતે આ સહભાગીદારીને એક ઔપચારિક સ્વરૂપ આપી તે ખૂબ જ ખુશ છે. એચડીએફસી બેંક કર્ણાટક સરકારના પ્રમુખ સ્ટાર્ટઅપ ઇવેન્ટ ‘એલિવેટ’માં છેલ્લાં ત્રણ વર્ષથી વિજેતા રહેલા સ્ટાર્ટઅપ્સની મહત્ત્વની બેંકિંગ પાર્ટનર છે. જાગૃતિ પેદા કરવા માટે બેંક કેઆઇટીએસ સાથે ભેગા મળીને ઘણી એન્જેલ ઇન્વેસ્ટમેન્ટ વર્કશૉપ્સનું આયોજન કરી ચૂકી છે, જેમાંની તાજેતરની વર્કશૉપ આ મહિનાના પ્રારંભમાં જ યોજાઈ હતી.

એચડીએફસી બેંકના બ્રાન્ચ બેંકિંગ હેડ સાઉથ અહેમદ ઝકારિયાએ જણાવ્યું હતું કે, ‘એચડીએફસી બેંક રાષ્ટ્રનિર્માણ પ્રત્યે પ્રતિબદ્ધ છે અને તે દેશમાં સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને સહાયરૂપ થવા સતત પ્રયત્નશીલ છે. સ્માર્ટઅપ પ્રોગ્રામ એ સ્ટાર્ટઅપ્સને તેમના લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને પોતાની વિકાસયાત્રાને આગળ વધારવામાં સંપૂર્ણ એન્ડ-ટુ-એન્ડ સમર્થન પુરું પાડવાનો અમારો નિષ્ઠાવાન પ્રયત્ન છે. વ્યાપક ઉપાયો પૂરાં પાડી સ્ટાર્ટઅપ્સની બેંકિંગ જરૂરિયાતો પૂરી કરવા માટે અમે કેઆઇટીએસની સાથે હાથ મિલાવીને ખૂબ જ રોમાંચિત છીએ. અમને આશા છે કે અમે ભેગા મળીને દેશમાં સ્ટાર્ટઅપ-ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના હેતુને આગળ વધારી શકીશું.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news