Laddu Gopal Puja: ઘરમાં હોય લડ્ડુ ગોપાલ તો તેની પૂજા કરતી વખતે ન કરો આ ભુલ, આ 5 વાતોનું તો ખાસ રાખવું ધ્યાન

Laddu Gopal Puja: શાસ્ત્ર અનુસાર ઘરમાં લડ્ડુ ગોપાલનું ધ્યાન પરિવારના સભ્યોની જેમ રાખવામાં આવે છે. તેને ખાલી મંદિરમાં સ્થાપિત કરી દેવા પૂરતું નથી તેના માટે કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે તો જ લડ્ડુ ગોપાલની સેવા કર્યાનું ફળ મળે છે. 

Laddu Gopal Puja: ઘરમાં હોય લડ્ડુ ગોપાલ તો તેની પૂજા કરતી વખતે ન કરો આ ભુલ, આ 5 વાતોનું તો ખાસ રાખવું ધ્યાન

Laddu Gopal Puja: લગભગ દરેક ઘરમાં લડ્ડુ ગોપાલ બિરાજમાન હોય છે. લડ્ડુ ગોપાલ ભગવાન શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ છે. શાસ્ત્રોમાં લડ્ડુ ગોપાલને ઘરમાં સ્થાપિત કરવાના કેટલાક નિયમો જણાવ્યા છે. લડ્ડુ ગોપાલની ઘરમાં પૂજા થતી હોય તો તેની સાથે કેટલાક નિયમોનું પાલન થાય તે ખૂબ જ જરૂરી હોય છે. શાસ્ત્ર અનુસાર ઘરમાં લડ્ડુ ગોપાલનું ધ્યાન પરિવારના સભ્યોની જેમ રાખવામાં આવે છે. તેને ખાલી મંદિરમાં સ્થાપિત કરી દેવા પૂરતું નથી તેના માટે કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે તો જ લડ્ડુ ગોપાલની સેવા કર્યાનું ફળ મળે છે. તો ચાલો આજે તમને જણાવીએ લડ્ડુ ગોપાલની પૂજા કયા નિયમો સાથે કરવી જોઈએ.

લડ્ડુ ગોપાલની પૂજા કરવાના નિયમ

- જો તમે ઘરમાં લડ્ડુ ગોપાલની સ્થાપના કરી છે તો નિયમિત તેમને સ્નાન કરાવવું જોઈએ. માન્યતા છે કે તેમને શંખ દ્વારા સ્નાન કરાવવું સૌથી ઉત્તમ ગણાય છે. હિન્દુ શાસ્ત્રમાં લડ્ડુ ગોપાલને શંખમાં દૂધ, દહીં, ગંગાજળ અને ઘી ઉમેરીને સ્નાન કરાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

- લડ્ડુ ગોપાલ ને સ્નાન કરાવ્યા પછી જે પાણી હોય તેને તુલસીના છોડમાં વિસર્જિત કરવું જોઈએ. ત્યાર પછી લડ્ડુ ગોપાલને એક નાના બાળકની જેમ તૈયાર કરવા જોઈએ નિયમિત રીતે તેમના વસ્ત્ર બદલવામાં આવે અને ચંદનથી ચાંદલો કરવો જરૂરી છે. 

- લડ્ડુ ગોપાલને વાતાવરણને અનુસાર કપડાં પહેરાવવા જોઈએ જેમ કે શિયાળો હોય તો તેમને ગરમ કપડાં પહેરાવવા જોઈએ. 

- લડ્ડુ ગોપાલને દિવસમાં ચાર વખત ભોગ ધરાવવાનો હોય છે. જેમાં માખણ. મિસરી. ખીર. હલવો. લાડુ જેવી વસ્તુઓ અર્પણ કરી શકાય છે. તમે ઘરમાં બનતા સાત્વિક ભોજનનો ભોગ પણ ભગવાનને ધરાવી શકો છો. જેમ નાના બાળકને વારંવાર ભૂખ લાગે છે તેમ લડ્ડુ ગોપાલને પણ થોડી થોડી વારે ભૂખ લાગે છે તેથી તેમને સમયે સમયે ભોજન કરાવવું જોઈએ.

- શાસ્ત્ર અનુસાર લડ્ડુ ગોપાલને ક્યારે ઘરમાં એકલા છોડવા જોઈએ નહીં જો તમે બહાર જાવ તો તેને સાથે લઈ જવા અથવા તો અન્ય કોઈને તેમની સેવા કરવા જણાવવું.

- લડ્ડુ ગોપાલને જ્યારે પણ ભોગ ધરાવો ત્યારે તેની આરતી કરવાની હોય છે દિવસમાં ત્રણ વખત લડ્ડુ ગોપાલની આરતી કરવી અનિવાર્ય માનવામાં આવે છે. 

- લડ્ડુ ગોપાલને રાત્રે સુવડાવ્યા પછી પોતે સૂવું જોઈએ. આ રીતે ભગવાનની પૂજા કરવાથી ઘર પર તેમની કૃપા જળવાઈ રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news