3 જાન્યુઆરીથી આ 3 રાશિવાળા જલસા કરજો, એવી બાજી પલટાશે કે ખતરનાક યોગ પણ તમને બંપર ફાયદો કરાવશે, ધનના ઢગલા કરાવે તેવા સંયોગ

દેવતાઓના ગુરુ બૃહસ્પતિ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. જેની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ રીતે ચોક્કસ પણે જોવા મળી શકે છે. ગુરુ લગભગ એક વર્ષ બાદ રાશિ પરિવર્તન કરે છે. આવામાં કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કે પછી દ્રષ્ટિ પડતી રહે છે. આવી જ રીતે ગુરુ જલદી સૂર્યની સાથે સંયોગ બનાવશે. આવામાં ષડાષ્ટક નામના રાજયોગનું નિર્માણ થશે. 3 જાન્યુઆરીના રોજ સવારે 8.45 વાગે સૂર્ય અને ગુરુ બંને જ શુભ ગ્રહ એક બીજાથી 150 ડિગ્રીના અંતરે હશે. આવામાં ષડાષ્ટક યોગનું નિર્માણ થશે. આ શક્તિશાળી યોગનું નિર્માણ થવાથી તમામ રાશિઓ પર અસર પડશે. પરંતુ 3 રાશિઓને તેનાથી ફાયદો થઈ શકે. 

અશુભ યોગ પણ કરશે માલામાલ

1/5
image

સામાન્ય રીતે આ યોગ મહા વિનાશકારી યોગ ગણાય છે. પરંતુ આ શુભ ગ્રહોના એક બીજાથી 150 ડિગ્રીનું અંતર હોવાથી નવા વર્ષે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે બે ગ્રહો 150 ડિગ્રીના અંતરે હોય કે પછી એક બીજાથી 6ઠ્ઠા કે 8માં સ્થાને હોય તો ષડાષ્ટક યોગ બને છે. આ યોગ ખુબ કષ્ટકારી હોય છે. પરંતુ અનેકવાર તે સકારાત્મક પ્રભાવ પાડે છે. ગુરુ અને સૂર્યની વાત કરીએ તો એકબીજાથી 150 ડિગ્રીના અંતરે રહેશે. આવામાં ષડાષ્ટક યોગ કેટલાક રાશિવાળાના જીવનમાં સકારાત્મક પ્રભાવ છોડશે. જાણો તે લકી રાશિઓ વિશે...  

મિથુન રાશિ

2/5
image

મિથુન રાશિના જાતકો માટે નવું વર્ષ 2025 ખુબ સફળ રહી શકે છે. અપાર ધનલાભના યોગ બની રહ્યા છે. કરિયરમાં અપાર સફળતાના યોગ છે. નવી નોકરીની  તકો મળી શકે છે. બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે. જીવનમાં સકારાત્મક પ્રભાવ પડી શકે છે. વેપારની વાત કરીએ તો તમને કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. આવકના નવા નવા સ્ત્રોત ખુલશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.   

સિંહ રાશિ

3/5
image

સિંહ રાશિના જાતકો માટે પણ ષડાષ્ટક યોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. સૂર્ય અને ગુરુની કૃપાથી તમે વધુમાં વધુ ધન કમાઈ શકો છો. આ સાથે લાંબા અંતરની મુસાફરી કરી શકો છો જેનાથી લાભ મળી શકે છે. કરિયરની વાત કરીએ તો ખુબ લાભ થઈ શકે છે. તમારા કામના વખાણ થશે. વરિષ્ઠ અધિકારીઓ અને સહકર્મીઓ સાથે તમારું સારું બનશે. વેપારના ક્ષેત્રમાં પણ તમને ખુબ લાભ મળી શકે છે. તમારા દ્વારા બનાવવામાં આવેલી નીતિઓ દ્વારા તમે ખુબ લાભ કમાઈ શકો છો. જીવનસાથી સાથે સારો સમય વીતશે. તમારા પાર્ટનર સાથે સંબંધ મજબૂત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. 

વૃશ્ચિક રાશિ

4/5
image

વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ ષડાષ્યક યોગ ખુબ લાભકારી રહી શકે છે. ટ્રાવેલ, ઈન્સેન્ટિવના માધ્યમથી તમે ખુબ કમાણી કરી શકો છો. તમારા દ્વારા થઈ રહેલી મહેનત અને લગનનું ફળ તમને જરૂર મળશે. નોકરીના ક્ષેત્રમાં તમને ખુબ લાભ મળી શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. આવામાં તમે કરિયરથી ખુબ સંતુષ્ટ જોવા મળી શકો છો. તમારા દ્વારા બનાવવામાં આવેલી યોજના બિઝનેસમાં ખુબ ફાયદો કરાવી શકે છે. પાર્ટનરશીપમાં કરાયેલો બિઝનેસ ખુબ ફાયદો કરાવી શકે છે. લવ લાઈફ સારી રહેશે. બંનેના સંબંધ મજબૂત થશે. સ્વાસ્થ્યના મામલામાં તમને ખુબ લાભ થઈ શકે છે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.