વર્ષના અંતમાં આ 5 રાશિવાળાને ખુબ કમાણી થશે, આકસ્મિક ધનલાભથી તિજોરીઓ છલકાશે

ગુરુ પુષ્ય યોગ આ વર્ષ પૂરું થાય તેની બરાબર પહેલા એટલે કે 29 ડિસેમ્બરે બની રહ્યો છે. આ સાથે જ આદિત્ય મંગળ રાજયોગ અને ગજકેસરી યોગમાં પણ આ વર્ષ જતા જતા વૃષભ અને સિંહ સહિત 5 રાશિઓને ફાયદો કરાવશે.

વર્ષના અંતમાં આ 5 રાશિવાળાને ખુબ કમાણી થશે, આકસ્મિક ધનલાભથી તિજોરીઓ છલકાશે

ગુરુ પુષ્ય યોગ આ વર્ષ પૂરું થાય તેની બરાબર પહેલા એટલે કે 29 ડિસેમ્બરે બની રહ્યો છે. આ સાથે જ આદિત્ય મંગળ રાજયોગ અને ગજકેસરી યોગમાં પણ આ વર્ષ જતા જતા વૃષભ અને સિંહ સહિત 5 રાશિઓને ફાયદો કરાવશે. જાણો તે લકી રાશિઓ વિશે...

નવું વર્ષ શરૂ થયા અને 2023 પૂરું થાય તે પહેલા જ એટલે કે 29 ડિસેમ્બરના રોજ ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. આ શુભ યોગ અનેક રાશિઓને ફાયદો કરાવશે. ગુરુ પુષ્ય યોગ ઉપરાંત વર્ષના અંતમાં ધનુ રાશિમાં સૂર્ય અને મંગળના યોગથી આદિત્ય મંગળ રાજયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ ગુરુ મેષ રાશિમાં માર્ગી થવાથી ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. આ તમામ શુભ યોગના પ્રભાવથી વૃષભ અને સિંહ સહિત 5 રાશિઓ માટે વર્ષના અંતમાં જબરદસ્ત ધનલાભનો યોગ છે. નવા વર્ષની શરૂઆતમાં આ 5 રાશિઓને જબરદસ્ત કમાણી થશે અને  કરિયરમાં પ્રગતિ થશે. 

વૃષભ રાશિ
ગુરુપુષ્ય યોગના શુભ પ્રભાવથી તમને વર્ષના અંતમાં વેપારમાં ખુબ લાભ થશે. નોકરી કરનારાઓને પણ આવકના અન્ય સ્ત્રોત ઊભા થશે. વર્ષના અંતમાં તમારી મુલાકાત એવા લોકો સાથે થઈ શકે છે જે તમને આગળના કામમાં ઉપયોગી  થશે. જો તમે ઘર માટે કોઈ સામાન કે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમય તમારા માટે સૌથી સારો રહેશે. તમને રોકાણના મામલામાં પણ ખુબ લાભ થશે. 

મિથુન રાશિ
મિથુન રાશિના લોકોને ગુરુપુષ્ય યોગના શુભ પ્રભાવથી વર્ષના અંતમાં પૈસાના મામલામાં ખુબ લાભ થશે. પરિવારના લોકો સાથે તમે કોઈ સારી ટુરનું પ્લાનિંગ કરી શકો છો અને તમને ભાગ્યનો પણ ભરપૂર સાથ મળશે. જે લોકો સિંગલ છે તેમના માટે આ વર્ષ જતા જતા કોઈ સારા સમાચાર આપી શકે છે. ઓફિસમાંથી પણ તમારા માટે સારા સમાચાર આવી શકે છે. 

સિંહ રાશિ
સિંહ રાશિ માટે ગુરુપુષ્યયોગ વર્ષના અંતમાં ભાગ્ય ચમકાવનારો બની રહેશે. બિઝનેસમાં સારો એવો નફો થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને વેપારમાં ધનલાભ થશે. જે લોકો ઘણા સમયથી બીમાર હતા તેમનું સ્વાસ્થ્ય પહેલા કરતા સારું થશે. આ સમય દરમિયાન ધનનું રોકાણ કરવું તમારા માટે નવા વર્ષમાં સારું રિટર્ન ઊભું કરી શકે છે. કારોબારમાં ધનલાભના સારા યોગ બની રહ્યા છે. 

કન્યા રાશિ
કન્યા રાશિવાળા માટે વર્ષનો છેલ્લો સમય ગુરુપુષ્ય યોગના પ્રભાવથી ખુબ જ શાનદાર રહેવાનો છે. તમને ઓફિસમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે અને બોસ તમારાથી ખુબ ખુશ રહેશે. સહકર્મીઓનો તમને પૂરો સપોર્ટ મળશે અને તમારા કામના દરેક જણ વખાણ કરશે. ધનલાભના મામલામાં પણ આ સમય તમારા માટે ખુબ સારો રહેશે. તમને ઓછા રોકાણમાં સારું રિટર્ન મળશે. વર્ષ જતા જતા તમને સંતાન પ્રાપ્તિના સમાચાર આપી શકે છે. 

તુલા રાશિ
તુલા રાશિમાં પહેલેથી જ માલવ્ય રાજયોગ આ રાશિના લોકોને ધનલાભ કરાવશે અને ગુરુપુષ્ય યોગના પ્રભાવથી આ રાશિના લોકોને વર્ષના અંતમાં ક્યાંક અટવાયેલું ધન પાછું અપાવી શકે છે. નોકરી કારોબારમાં તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે.  કાર્યક્ષેત્રમાં કોઈ ઊંચુ પદ તમને મળી શકે છે. તમારા માટે આ વર્ષ જતાજતા પર્સનલ સંબંધોમાં નીકટતા વધારનારું બની શકે છે. કરિયર મામલે કોઈ સારા સમાચાર મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news