Interesting News

પાટણના પટોળા વિશેની રસપ્રદ માહિતી, જાણો શા માટે થાય છે લાખો રૂપિયાની કિંમત?
ઐતિહાસિક નગર પાટણની ઓળખ એટલે કે પાટણનું પટોળુ છે. કહેવાય છે કે પાટણનાં પટોળાની કળાએ 900 વર્ષ જુની છે. પહેલાના જમાનામાં ડીઝાઈન વાળું કપડું બનાવવાની કોઈ પધ્ધતિ નહોતી તે જમાનામાં બાંધણી પર કલર કરવાની કળા પાટણનાં સાલવી પરિવારોએ તેમની આગવી કોઠા સુઝથી શોધી હતી. પોતાની આ કલાએ સાલવી પરિવાર અને પાટણને વિશ્વમાં એક આગવી ઓળખ અપાવી છે. પાટણના  કુમારપાળ રાજાએ 900 વર્ષ પહેલાં 700 સાલવી પરિવારોને પાટણ લાવી પટોળા બનાવવાની શરૂવાત કરાવી હતી. કોરોના મહામારી વચ્ચે પણ પટોળાની માંગ યથાવત જળવાઈ રહી છે. ત્યારે શું છે આ પટોળું, કેવી રીતે બને છે આ પટોળું, કેટલા સમયમાં બને છે. આ પટોળું, અને પટોળું આટલું મોંઘુ કેમ આવો તે જાણવુ ખુબ જ રોચક છે. 
Nov 23,2020, 18:49 PM IST

Trending news