Flute Remedies: શ્રીકૃષ્ણની વાંસળીમાં આ વસ્તુ બાંધીને રાખો ઘરમાં, વધશે ઘરમાં સુખ-સમૃદ્ધિ
Flute Remedies: વાંસળીને વાસ્તુદોષ નિવારક પણ કહેવાય છે. આજે તમને વાંસળીના કેટલાક પ્રભાવશાળી ઉપાયો વિશે જણાવીએ. જેને કરવાથી ઘર, પરિવાર, વેપાર, દાંપત્યજીવન અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
Trending Photos
Flute Remedies: ભગવાન કૃષ્ણને અતિ પ્રિય એવી વાંસળી વાસ્તુશાસ્ત્રમાં પણ મહત્વ ધરાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાંસળી ઘરમાં શુભતા અને શાંતિ લાવે છે. સાથે જ વાસ્તુદોષ દૂર કરીને કેટલીક સમસ્યાઓનું પણ નિરાકરણ લાવે છે. વાંસળીને વાસ્તુદોષ નિવારક પણ કહેવાય છે. આજે તમને વાંસળીના કેટલાક પ્રભાવશાળી ઉપાયો વિશે જણાવીએ. જેને કરવાથી ઘર, પરિવાર, વેપાર, દાંપત્યજીવન અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
વેપારમાં લાભ માટે
આ પણ વાંચો:
વાંસળી વાંસના ઝાડમાંથી બને છે અને આ ઝાડને શુભ માનવામાં આવે છે. જો તમે વેપાર ક્ષેત્રે પ્રગતિ મેળવવા ઈચ્છો છો તો વાંસળીનો આ ઉપાય કરી શકો છો. તેના માટે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી ઘર કે ઓફિસની દીવાલ ઉપર વાંસળી લટકાવો.
સુખી દાંપત્યજીવન માટે
જો તમારા દાંપત્યજીવનમાં કલેશ હોય અને પતિ પત્ની વચ્ચે અણબનાવ બનાવ રહેતો હોય તો વાંસળીનો આ ઉપાય કરીને દાંપત્ય જીવનમાં મધુરતા લાવી શકાય છે. જો તમારા બેડરૂમમાં બીમ હોય તો તેના કારણે પણ દાંપત્ય જીવન પર પ્રભાવ પડે છે. તેવી સ્થિતિમાં બે વાંસળીમાં લાલ દોરા બાંધીને બીમની બંને તરફ લટકાવી દો.
આર્થિક સમસ્યા દૂર કરવા
આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે ઘરમાં ચાંદીમાંથી બનેલી વાંસળી રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ચાંદીની વાસણી રાખવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. તેનાથી ઘરમાં ધનનું આગમન થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે