બુધવારે ભૂલથી પણ ન કરો આ કામ, જીવનમાં વધી શકે છે મુશ્કેલીઓ
ભગવાન ગણેશની સાથે બુધવારને બુધનો દિવસ પણ માનવામાં આવે છે. બુધ બુદ્ધિ અને વાણીનો કારક છે. એટલા માટે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. આ દિવસે કોઈપણ માટે કોઈપણ પ્રકારના અપશબ્દોનો ઉપયોગ કરવાથી તમારી સામેની વ્યક્તિના હૃદયને તો ઠેસ પહોંચે છે.
Trending Photos
બુધવારનો દિવસ ગણપતિને સમર્પિત છે. એવી માન્યતા છે કે, જો બુધવારે ભગવાન ગણેશની પૂજા સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે તો જીવનમાં તમામ કાર્યો સફળ થાય છે. ભગવાન ગણેશ તમામ અવરોધોને દૂર કરનાર છે. તેથી તેમની પૂજા સૌથી પહેલાં કરવામાં આવે છે. જો કે, કેટલાક એવા કાર્યો છે જે બુધવારે કરવાથી તમારો દિવસ બગાડી શકે છે અને તમારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા કામો ટાળવા જોઈએ.
કોઈને અપશબ્દ ન કહોઃ
ભગવાન ગણેશની સાથે બુધવારને બુધનો દિવસ પણ માનવામાં આવે છે. બુધ બુદ્ધિ અને વાણીનો કારક છે. એટલા માટે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. આ દિવસે કોઈપણ માટે કોઈપણ પ્રકારના અપશબ્દોનો ઉપયોગ કરવાથી તમારી સામેની વ્યક્તિના હૃદયને તો ઠેસ પહોંચે છે. તમારો આખો દિવસ બગડી શકે છે અને પૈસાનું પણ નુકસાન થઈ શકે છે.
પશ્ચિમની યાત્રાઃ
બુધવારે પશ્ચિમ દિશામાં યાત્રા કરવી તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે. કદાચ તમે જે હેતુ અથવા કાર્ય માટે મુસાફરી કરી રહ્યા છો તે પરિપૂર્ણ ન થાય. તેથી બુધવારે પશ્ચિમ દિશામાં મુસાફરી કરવાનું ટાળો.
કાળા કપડાં પહેરવાનું ટાળવાઃ
બુધવારના દિવસે કાળા કપડા ન પહેરવા જોઈએ, નહીં તો તમારા દામ્પત્ય જીવનમાં મતભેદ થઈ શકે છે. ઘરમાં અશાંતિનું વાતાવરણ બની શકે છે. જો શક્ય હોય તો બુધવારે લીલા રંગના કપડાંને પ્રાધાન્ય આપો. જો તમે લીલા કપડાં પહેરી શકતા નથી, તો તમે અન્ય રંગના કપડાં પસંદ કરી શકો છો, પરંતુ કાળા કપડાં ટાળો.
સ્ત્રીનું અપમાન ન કરોઃ
બુધવારના દિવસે તમારે તમારી વાણી પર સંયમ રાખવાની સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે, તમારા વ્યવહાર કે કાર્યોથી કોઈ સ્ત્રીનું અપમાન ન થાય નહીંતર દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. અને તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ આવી શકે છે.
નાણાકીય વ્યવહાર ટાળોઃ
જો તમે બુધવારે કોઈને પૈસા ઉછીના આપો છો, તો તેને પાછા મેળવવામાં વિલંબ થઈ શકે છે. શક્ય છે કે, પૂરા પૈસા પાછા ન મળે. તેથી બુધવારે પૈસાની લેવડદેવડ પણ તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે. તમે નાણાકીય મુશ્કેલીઓથી ઘેરાયેલા રહી શકો છો. એટલા માટે બુધવારે નાણાકીય લેવડદેવડ ટાળો.
(અહીં આપેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ નથી કરતું)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે