Nirjala Ekadashi 2024: નિર્જળા એકાદશીના દિવસે ન કરવા આ કામ, કરવાથી ઘરમાં આવે છે દરિદ્રતા

Nirjala Ekadashi 2024: આ વર્ષે નિર્જળા એકાદશીનું વ્રત 18 જૂને રાખવામાં આવશે. આ દિવસે અનેક લોકો નિર્જળા વ્રત કરે છે પરંતુ કેટલાક લોકો આ કઠોર વ્રત કરી શકતા નથી. જે લોકો વ્રત ન કરી શકે તેમણે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.

Nirjala Ekadashi 2024: નિર્જળા એકાદશીના દિવસે ન કરવા આ કામ, કરવાથી ઘરમાં આવે છે દરિદ્રતા

Nirjala Ekadashi 2024: નિર્જળા એકાદશીને શાસ્ત્રોમાં અતિ શુભ ગણવામાં આવી છે. આ તિથિ પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તે શીઘ્ર પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. આ વર્ષે નિર્જળા એકાદશીનું વ્રત 18 જૂને રાખવામાં આવશે. આ દિવસે અનેક લોકો નિર્જળા વ્રત કરે છે પરંતુ કેટલાક લોકો આ કઠોર વ્રત કરી શકતા નથી. જે લોકો વ્રત ન કરી શકે તેમણે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.

નિર્જળા એકાદશીના દિવસે શ્રી હરિના દર્શન કરવા જવું જોઈએ. સાથે જ આ દિવસે કેટલાક કાર્ય છે જેને કરવાથી બચવું જોઈએ. આ કામ કરવાથી જીવનમાં અશુભતા આવે છે. તો ચાલો તમે પણ જાણી લો એકાદશીના  દિવસે કયા કામ કરવાની મનાઈ હોય છે. 

નિર્જળા એકાદશી પર ન કરો આ કામ

નિર્જળા એકાદશી પર અનાજનું સેવન ન કરવું.
આ દિવસે તામસિક ભોજન કરવાથી પણ બચવું જોઈએ.
આ દિવસે ભુલથી પણ ચોખા ખાવા નહીં.
આ દિવસે મસૂરની દાળ, મૂળા, રીંગણા, ડુંગળી, લસણ, જેવી વસ્તુઓનું સેવન કરવું નહીં.
આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. 
એકાદશીના દિવસે કોઈ સાથે વિવાદ ન કરો.
નિર્જળા એકાદશીના દિવસે બેડ પર સુવું નહીં.
આ તિથિ પર કોઈ પણ વ્યક્તિને લઈ ખરાબ શબ્દો બોલવા નહીં.

ક્યારે છે નિર્જળા એકાદશી ?

હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે નિર્જળા એકાદશીની તિથિનો પ્રારંભ 17 જૂન અને સોમવારે સવારે 4 કલાક અને 43 મિનિટે થશે જેનું સમાપન મંગળવાર અને 18 જૂને સવારે 7 અને 24 મિનિટે થશે. ઉદયાતિથિ અનુસાર નિર્જળા એકાદશી 18 જૂને રાખવામાં આવશે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news