Father's Day 2024: પિતા સાથે જોરદાર બોન્ડિંગ બનાવવું હોય તો કામ આવશે આ ટીપ્સ
Father's Day 2024: જીવનમાં માતાપિતાનું સ્થાન કોઈ ન લઈ શકે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાની માતાની વધારે નજીક હોય છે અને તેને દિલની દરેક વાત કરે છે. પરંતુ વાત જો પિતા સાથે વાત શેર કરવાની હોય તો એટલી સરળતાથી થઈ શકતું નથી. એવું નથી હોતું કે પિતા માટે પ્રેમ નથી હોતો પરંતુ પિતા સાથે માતા જેવું બોન્ડિંગ હોતું નથી. જો કે આ વાત સંતાન અને પિતા બંનેને ખટકે છે.
Trending Photos

જો કે પિતા સાથે પણ સ્ટ્રોંગ બોન્ડિંગ બનાવવું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જેને ફોલો કરશો તો પિતા સાથે પણ તમારા સંબંધો સ્ટ્રોંગ બનશે.
લાગણીને સમજો
પિતા જો કોઈ વાતમાં રોકે કે ટોકે તો તુરંત ગુસ્સે થઈ પોતાનું રિએકશન ન આપો. તેનાથી અલગ તેમની વાત સાંભળો અને સમજો. જો આમ કરશો તો તમારા મનમાં જે ગેરસમજ હશે તે દૂર થઈ જશે. ઘણીવાર વાત સમજ્યા વિના ગુસ્સો કરવાથી પિતા અને સંતાનને પાછળથી અફસોસ થાય છે.
સાથે સમય પસાર કરો
માતા સાથે તો બાળકો સૌથી વધુ સમય પસાર કરે છે .પરંતુ પિતા સાથે સમય પસાર કરવાની વાત આવે તો બાળકો ફોર્મલ થઈ જાય છે. પિતા સાથે વાતચીત પણ એક લિમિટમાં થાય છે. આ આદતને બદલો. ઘરમાં સવારનો નાસ્તો, ડિનર સાથે કરવા બેસો અને રાત્રે જમ્યા પછી સાથે વોક પર જવાનું રાખો.
પ્રવૃત્તિઓમાં ભાગ લો
પિતા સાથે મળીને કોઈ પ્રવૃત્તિ કરવી કે તેઓ કોઈ કામ કરતા હોય તો તેમાં સાથ આપવાથી પણ વાતચીત થાય છે અને સંબંધો સ્ટ્રોંગ બને છે. રજાના દિવસોમાં ગાર્ડનિંગ કરીને પણ તમે આ કામ કરી શકો છો.
સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
વ્યસ્ત જીવનશૈલી હોય તો પણ દિવસ દરમિયાન એકવાર તો પોતાના પિતા પાસે બેસવું અને તેમની તબિયતના હાલચાલ પુછવા. તેમની દવાઓ, તેમના ટેસ્ટ વગેરે વસ્તુઓને હંમેશા ધ્યાનમાં રાખો. તેમની તબિયતની વાતમાં બાંધછોડ ન કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે