Hug Day 2024: આજે છે પાર્ટનરને જાદુ કી જપ્પી આપવાનો દિવસ, જાણો ગળે મળવા ફાયદા
Hug Day 2024: એકબીજાને ભેટવાથી એકબીજા પ્રત્યેની લાગણી વધે છે. આપણે જોઈએ છીએ કે, દુનિયાનો કોઈપણ દેશ હોય અને કોઈપણ ધર્મના લોકો ત્યાં રહેતા હોય પણ મોટો ભાગે જ્યારે પણ લોકો એકબીજાને મળે ત્યારે તેઓ ગળે મળીને, ભેટીને એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ, લાગણી અને આદરભાવ દર્શાવતા હોય છે. જાણો હગ ડે પર તમારા લાઈફ પાર્ટનરને ભેટીને શું કહેવું જોઈએ.
Trending Photos
Hug Day 2024: વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે અને આજે છઠ્ઠો દિવસ એટલે કે 12મી ફેબ્રુઆરીને 'હગ ડે' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને ગળે લગાવે છે. ખાસ કરીને પોતાના જીવનસાથી, લાઈફ પાર્ટનરને ગળે મળીને પ્રેમભરી વાતો કરતા હોય છે આજના દિવસે. આજે તમે પણ તમારા જીવનસાથીને જાદુઈ આલિંગન સાથે પ્રેમનો અનુભવ કરાવો. જો તમે આ દિવસને ખૂબ જ ખાસ રીતે ઉજવવા માંગો છો, તો તમે તમારા જીવનસાથીને ગળે લગાડતી વખતે કેટલીક પ્રેમની કવિતાઓ કે શાયરીઓ તેના માટે તમે કહી શકો છો. જેનાથી એના મનમાં તમારા માટે વધારે પ્રેમ અને લાગણી ઉભરાશે.
એકબીજાને ભેટવાથી એકબીજા પ્રત્યેની લાગણી વધે છે. આપણે જોઈએ છીએ કે, દુનિયાનો કોઈપણ દેશ હોય અને કોઈપણ ધર્મના લોકો ત્યાં રહેતા હોય પણ મોટો ભાગે જ્યારે પણ લોકો એકબીજાને મળે ત્યારે તેઓ ગળે મળીને, ભેટીને એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ, લાગણી અને આદરભાવ દર્શાવતા હોય છે. એવી અનેકવિધ લાગણીના સન્માનમાં ઉજવાય છે હગ ડે. તમારા પાર્ટનરને પ્રેમ પૂર્વકના આલિંગન સાથે કહો મનની વાત એક શાયરાનમા અંદાજમાં... આમ પૂછેને ના થાય પ્રેમ, દરિયાના મોજા કંઈ, રેતીને પૂછે કે તને ભિંજાવું ગમશે કે કેમ? આમ પૂછીને ના થાય પ્રેમ...
ખાસ દિવસ-
જો તમે આ દિવસને ખાસ બનાવવા માટે કંઈક વધુ સારું કરવા માંગો છો, તો કવિતાની સાથે તમે તેમને તેમની પસંદગીની કેટલીક વસ્તુઓ પણ આપી શકો છો. દિવસને ખાસ બનાવવા માટે અહીં તમારા માટે બીજી એક પ્રેમથી ભરેલી કવિતા છે.
લગજા ગલે કે ફિર યે હસીં રાત હો ના હો, શાયદ ફિર ઈસ જનમમેં મુલાકાત હો ના હો...
જાદુ કી જપ્પીના ફાયદા-
તમને જણાવી દઈએ કે તમારા પાર્ટનરને ગળે લગાડવાના ઘણા ફાયદા છે. એકબીજાને ગળે લગાડવાથી તમારો તમામ તણાવ ઓછો થઈ જાય છે. આલિંગન કરવાથી તમારો મૂડ પણ સુધરે છે. એકલતા દૂર થાય છે અને જીવનમાં પ્રેમની લહેર પ્રસરે છે. ગળે મળ્યા બાદ તમે સરળતાથી કોઈને પણ તમારા મનની વાત કહી શકો છો. આજનો દિવસ ખુશીનો છે.આ દિવસે તમારા પાર્ટનરને ગળે લગાડવામાં એક અલગ જ લાગણી છે. આલિંગન કરવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે. જીવનસાથીને તમે કહી શકો છો આ વાત...કે, મારી એક જ ઈચ્છા છે, એક જ ઈચ્છા છે કે, હું આખી જીંદગી તારી સાથે વિતાવી દઉં.
હેપી હોર્મોન્સ રિલીઝ-
જીવનની ખાસ વ્યક્તિને ગળે લગાડવાથી મનને ખૂબ જ શાંતિ મળે છે. તમારા પાર્ટનરને પ્રેમથી ગળે લગાવવાથી હેપ્પી હોર્મોન્સ રિલિઝ થાય છે. એકબીજા પ્રત્યેનો પ્રેમ ગળે મળવાના કારણે વધે છે. રિસર્ચમાં પણ એ વાત સામે આવી ચુકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે