આજથી મોદી સરકાર આપી રહી છે 500 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે સોનું ખરીદવાની તક, જાણો વિગતો
મોદી સરકાર આજથી તમને 500 રૂપિયાની છૂટ સાથે સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. આ સોનાની ખાસિયત એ છે કે ચોર તેની ચોરી ન કરી શકે કે કોઈ જ્વેલર્સ તેમાં કોઈ કાપ મૂકી શકે
Trending Photos
મોદી સરકાર આજથી તમને 500 રૂપિયાની છૂટ સાથે સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. આ સોનાની ખાસિયત એ છે કે ચોર તેની ચોરી ન કરી શકે કે કોઈ જ્વેલર્સ તેમાં કોઈ કાપ મૂકી શકે. આ સોનાથી તમે દાગીના તો ન બનાવી શકો કારણ કે દાગીના ખરીદવા માટેના ગોલ્ડની ખરીદી માટે તમારે શરાફા માર્કેટ જવું પડે. પરંતુ આ સોનાથી તમે ગોલ્ડમાંથી મળતા રિટર્નનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકો છો. તમે ઘરે બેઠા ગોલ્ડ ખરીદી શકો છો.
અમે વાત કરી રહ્યા છીએ સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond)ની. સરકારી ગોલ્ડ બોન્ડ (SGB) નું સેલ આજથી એટલે કે સોમવારથી પાંચ દિવસ માટે શરૂ થઈ ગયું છે. તમે 12 ફેબ્રુઆરીથી લઈને 16 ફેબ્રુઆરીથી ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકો છો. આરબીઆઈએ તેનો ઈશ્યુ પ્રાઈસ 6263 રૂપિયા પ્રતિ ગ્રામ રાખ્યો છે. એટલે કે 10 ગ્રામ ગોલ્ડ માટે તમારે 62630 રૂપિયા ચૂકવવા પડશે. નાણાકીય વર્ષ 2023-24 માટે ગોલ્ડ બોન્ડની આ ચોથી સિરીઝ હશે.
ઓનલાઈન ખરીદી પર છૂટ
આરબીઆઈના જણાવ્યાં મુજબ ઓનલાઈન કે ડિજિટલ માધ્યમથી ગોલ્ડ બોન્ડ માટે અરજી અને ચૂકવણી કરનારા રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ મળશે. એટલે કે 10 ગ્રામ ગોલ્ડ પર 500 રૂપિયા સુધીની છૂટ મળી શકે છે. આવા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડનો ઈશ્યુ પ્રાઈસ 6213 રૂપિયા રહેશે. ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું ખરીદવું પડશે. કોઈ પણ વ્યક્તિ એકવારમાં વધુમાં વધુ 500 ગ્રામ સુધી ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે.
ઓનલાઈન અને ઓફલાઈન વેચાણ
ગોલ્ડ બોન્ડમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારે વેચાણની સુવિધા છે. જો કોઈ વ્યક્તિ ઓફલાઈન રોકાણ કરવા માંગે તો તેણે નિર્ધારિત બેંક શાખાઓમાં જઈને ફોર્મ ભરવું પડશે. આ ઉપરાંત ઓનલાઈન રોકાણ કરવા ઈચ્છુક લોકોએ ભારતી રિઝર્વ બેંક અથવા અન્ય બેંકોની વેબસાઈટ દ્વારા ગોલ્ડ બોન્ડની ખરીદી માટે અરજી કરવાની રહેશે.
અહીંથી ખરીદી શકો ગોલ્ડ બોન્ડ
આરબીઆઈએ તેના વેચાણ માટે એસબીઆઈ, પીએનબી, એચડીએફસી, અને આઈસીઆઈસીઆઈ સહિત નિર્ધારિત બેંકો અને પોસ્ટ ઓફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન, ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તથા સ્ટોક એક્સચેન્જ એનએસઈ અને બીએસઈને અધિકૃત કર્યા છે. સ્ટોક એક્સચેન્જ દ્વારા બોન્ડ ખરીદવા માટે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે.
ઓનલાઈન અરજી આ રીતે કરો
નિર્ધારિત બેંકની વેબસાઈટ પર જવું પડશે. હોમ પેજ કે ઈ સર્વિસ સેક્શનમાં સોવરેન ગોલ્ડ બોન્ડનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- બોન્ડ સંબંધિત જરૂરી નિયમો અને શરતો વાંચ્યા બાદ રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
- તેને ભર્યા બાદ સોનાનું પ્રમાણ અને નોમિની અંગે વિગતો ભરવાની રહેશે.
- તમામ જાણકારીઓની ખાતરી કર્યા બાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
- ત્યારબાદ ચૂકવણીની પ્રક્રિયા કરવાની રહેશે. બેંક ગોલ્ડ બોન્ડ ઈશ્યુ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે