Relationship Tips: પતિને જો ગમી જાય પાડોશણ તો શું કરવું? પત્નીએ અજમાવવા જેવી છે આ ટિપ્સ

લગ્ન બાદ પતિનું મન ભટકી જાય અને કોઈ બીજા પર વારી જાય અને પત્નીને જ્યારે આ વાત ખબર પડે તો બીચારી નાસીપાસ થઈ જાય છે અને દિલ તૂટી જાય છે. આવી સ્થિતિમાં પોતાની ગૃહસ્થી બચાવવી પણ જરૂરી હોય છે. 

Relationship Tips: પતિને જો ગમી જાય પાડોશણ તો શું કરવું? પત્નીએ અજમાવવા જેવી છે આ ટિપ્સ

લગ્નનું બંધન એ સાત જનમનું બંધન કહેવાય છે. માત્ર આ જનમ નહીં પરંતુ આવતા સાત ભવ સુધી પતિ અને પત્ની એકબીજાનો સાથ આપવાની કસમો ખાય છે. પરંતુ જો લગ્ન બાદ પતિનું મન ભટકી જાય અને કોઈ બીજા પર વારી જાય અને પત્નીને જ્યારે આ વાત ખબર પડે તો બીચારી નાસીપાસ થઈ જાય છે અને દિલ તૂટી જાય છે. આવી સ્થિતિમાં પોતાની ગૃહસ્થી બચાવવી પણ જરૂરી હોય છે. 

અફેર વિશે ખબર પડે તો શું કરવું
જો તમને તમારા પતિના અફેર વિશે ખબર પડે તો જરાય વિચલિત થયા વગર શાંત રહો. વિચારો કે આ સ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું. કેટલીક ટિપ્સ વિશે અમે તમને જણાવીશું.

ધીરજ ધરો
સૌથી પહેલા તો પોતાને શાંત રાખવાની કોશિશ કરો. આ પ્રકારની સ્થિતિમાં ભાવનાઓ પર કાબૂ ધરાવવો ખુબ જરૂરી છે. જેથી કરીને તમે યોગ્ય રીતે વિચારી શકો. 

વાતચીત બંધ ન કરો
અફેર વિશે વાત કરવાથી જરાય ખચકાઓ નહીં. પતિને સીધીસટ આ અફેર વિશે વાત કરો. કોઈ પણ લડાઈ કે ગુસ્સા વગર પતિને એ મહેસૂસ કરાવો કે તમે તેમની લાગણીઓને સમજવા માંગો છો અને સ્થિતિને હેન્ડલ કરવા માંગો છો. 

વિશ્વાસ અને સંબંધ મજબૂત કરો
જો તમારો પતિ અફેર બાદ પણ સંબંધ વિશે સજાગ હોય તો પછી તમારે બંનેએ મળીને નક્કી કરવાનું છે કે તમે તમારા સંબંધને કેવી રીતે વધુ મજબૂત કરી શકો. તમારે બંનેએ સંબંધને સમય આપવો પડશે. 

થોડો સમય આપો
ક્યારેક ક્યારેક વ્યક્તિને પોતાની ભાવનાઓ સ્પષ્ટ કરવા માટે સમય જોઈતો હોય છે. તમે તમારા પતિને એ વિચારવા માટે સમય આપો કે તે વાસ્તવમાં શું ઈચ્છે છે. 

તમારા આત્મ સન્માનને સમજો
તમારા આત્મ સન્માનને જરાય ઓછું ન થવા દો. એ સમજો કે તમે પણ આ સંબંધમાં એક મહત્વપૂર્ણ હિસ્સો છો અને તમારે તમારા પ્રત્યે પ્રેમ અને સન્માન જાળવી રાખવું જોઈએ. 

કાઉન્સિલરની મદદ લો
જો સ્થિતિ ગંભીર બને અને પોતાને સંભાળી રાખવું મુશ્કેલ બને તો કોઈ કાઉન્સિલર કે મેરેજ થેરપિસ્ટની મદદ લેવી એક સારો વિકલ્પ બની શકે છે. 

ફેમિલી-ફ્રેન્ડની હેલ્પ લો
તમે તમારા નજીકના મિત્રો કે પરિવાર સાથે વાત કરો પરંતુ ધ્યાનમાં રાખો કે આ વાતચીત ફક્ત તમારી  ભાવનાઓને સમજવા માટે હોવી જોઈએ, સમસ્યા વધારવા માટે નહીં. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news