નવરાત્રિ અંગે સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ, આખી રાત ગરબા રમો કોઈ નહિ રોકે, ગૃહરાજ્ય મંત્રીની જાહેરાત

Navratri 2024 : ગરબા રસિકોને ગુજરાત સરકારની સૌથી મોટી ભેટ... હવે આખી રાત ગરબે રમવા માટે છૂટ... ZEE 24 કલાકના કોન્કલેવમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત... 
 

નવરાત્રિ અંગે સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ, આખી રાત ગરબા રમો કોઈ નહિ રોકે, ગૃહરાજ્ય મંત્રીની જાહેરાત

Breaking News : નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ગરબા પર સૌથી મોટુ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકશે. 

ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે?
આ વર્ષે પણ નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા પછી ખેલૈયાઓ મન ભરીને રમી શકશે માતાજીના ગરબા. ZEE 24 કલાક પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ માટે આ મોટી ખુશખબર આપી છે. મુંબઈમાં આયોજિત એક ભારત, શ્રેષ્ઠ ભારત કોન્કલેવમાં ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 28, 2024

 

કોંગ્રેસને કોર્ટમાં જવું હોય તો જાય, પણ આખી રાત ગરબા થશે
હર્ષ સંઘવીએ આગળ કહ્યું કે, કોંગ્રેસને કોર્ટમાં જવું હોય તો જાય, આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જો કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે હર્ષ સંઘવીએ જાહેરમાં બોલવાનું ટાળ્યું છે. તો ગુજરાતના ખેલૈયાઓ માટે એક મોટી ખબર ઝી 24 કલાક પર એ છે કે, આ નવરાત્રિમાં ખેલૈયાઓ નવરાત્રિમાં સવાર સુધી ગરબા રમી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news