Extramarital Affair: પતિ અને બેસ્ટ ફ્રેન્ડ વચ્ચે લફરું ચાલતું હોય તો શું કરવું જોઈએ પત્નીએ ? જાણો જવાબ

Extramarital Affair: મોટાભાગે ફિલ્મોમાં જોવા મળે કે ખાસ ફ્રેન્ડ સાથે પતિનું અફેર શરુ થઈ જાય પરંતુ હવે તો હકિકતમાં પણ આવું જોવા મળે છે. જ્યારે ખાસ ફ્રેન્ડ સાથે જ પતિનું ચક્કર ચાલુ થઈ જાય અને પત્નીને આ વાતની જાણ થાય તો તેણે શું કરવું જોઈએ ચાલો તમને જણાવીએ.

Extramarital Affair: પતિ અને બેસ્ટ ફ્રેન્ડ વચ્ચે લફરું ચાલતું હોય તો શું કરવું જોઈએ પત્નીએ ? જાણો જવાબ

Extramarital Affair: બિગ બોસ ઓટીટીમાં જ્યારે અરમાન મલિકે તેની બે પત્ની સાથે એન્ટ્રી કરી ત્યારથી સોશિયલ મીડિયા પર એક મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે. આ મુદ્દો છે બેસ્ટ ફ્રેન્ડ સાથે પતિનું લફરું અને પછી તેની સાથે લગ્ન પણ કરી લેવા. આ મુદ્દાની સાથે અન્ય એક વાત પણ ચર્ચામાં આવી છે કે જો પોતાની જ બેસ્ટ ફ્રેન્ડ પતિ સાથે લફરું કરે તો પત્નીએ શું કરવું જોઈએ ?  હકીકતમાં જો પતિ સાથે અફેર કરનાર સ્ત્રી તમારી જ ખાસ ફ્રેન્ડ હોય તો આ સ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ સમય દરમિયાન કોઈપણ પત્ની આઘાતમાં સરી પડે છે. આવી સ્થિતિમાં પોતાની લાગણીને કાબુમાં રાખીને પ્રેક્ટીકલ થઈને કેટલાક નિર્ણય લેવા જોઈએ. આજે તમને જણાવીએ જો તમને ખબર પડે કે તમારો પતિ તમારી જ બેસ્ટ ફ્રેન્ડ સાથે લફરું ચલાવી રહ્યો છે તો શું કરવું ? 

પ્રૂફ એકઠા કરો 

જો તમને લાગે કે તમારી ખાસ ફ્રેન્ડ અને પતિના વર્તનમાં ફેરફાર થઈ ગયો છે અને તેમની વચ્ચે સંબંધો ચાલી રહ્યા છે તો આ ફીલિંગને ઇગ્નોર ન કરો. સાથે જ ધીરે ધીરે પ્રુફ પણ એકઠા કરો જેથી તમારા મનની શંકા દૂર થઈ જાય. સાથે જ તમને ખબર પડી જાય કે તમે જેવું વિચારો છો તેવું હકીકતમાં છે કે નહીં. 

ફ્રેન્ડ સાથે વાત કરી લો 

જો તમને તમારી ખાસ ફ્રેન્ડ અને પતિ એકબીજાની નજીક આવી રહ્યા છે તેવું લાગે છે તો બધી જ લાગણી અને મિત્રતાને સાઈડ પર રાખી સૌથી પહેલા પોતાની ફ્રેન્ડ સાથે વાત કરો. આ મુદ્દે વાત કરતી વખતે ફ્રેન્ડની બોડી લેંગ્વેજ અને જવાબોને ઓબ્ઝર્વ કરો. જો ખરેખર તે તમારા પતિ સાથે સંબંધમાં હશે તો તમને વાતચીત થી જ ખબર પડી જશે. આ સમયે તમે તમારી ફ્રેન્ડને સમજાવી પણ શકો છો કે તે તમારા પતિથી દૂર રહે. 

પતિ સાથે વાત કરો 

જો તમે સ્યોર છો કે તમારી ફ્રેન્ડ અને પતિ સંબંધોમાં છે તો પતિ સાથે પણ ચર્ચા કરી લો. જેથી ભવિષ્યમાં મોટી મુસીબત ન સર્જાય. સાથે જ પતિને પણ ખબર પડી જાય કે તમને તેના અફેર વિશે ખબર છે. આવી સ્થિતિમાં તેણે શું કરવું તે નક્કી કરી લે અને તમે તમારા મનની વાત પણ તેને જણાવી શકો.

ઝડપથી લગાવો પૂર્ણવિરામ 

પતિએ અને ખાસ મિત્ર એ સાથે મળીને તમને દગો આપ્યો હોય તો આ અંગે 50 લોકો સાથે વાત કરવાને બદલે મક્કમ મન સાથે તમારે શું કરવું છે તે નિર્ણય કરો. જો તમે તમારા પતિ પર વિશ્વાસ કરી શકો એમ ન હોય અને તમારે સંબંધો પર પૂર્ણવિરામ લગાવો છે તો સમય ગોસિપ કરવામાં પસાર ન કરો. ઝડપથી સંબંધો પૂરા કરો અને લાઇફમાં મૂવ ઓન કરી લો. 

મિત્ર વર્તુળ બદલો 

તમારી ફ્રેન્ડ સાથે તમારા સંબંધો વર્ષો જૂના હોય તો પણ આ ઘટના પછી સૌથી સારું એ રહે કે તમે ફ્રેન્ડ સર્કલ બદલી દો. સાથે જ સોશિયલ મીડિયાને પણ થોડા સમય માટે બ્લોક કરો. એક સર્કલના મિત્રોને મળવાનું થોડા ટાઈમ સુધી બંધ કરી દો. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news