આંગણવાડી, શાળા-કોલેજ, બધુ જ બંધ! ગુજરાતના આ 3 જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
Weather Update: હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આજે પણ મેઘરાજા ધુઆંધાર બેટિંગ કરશે તેવા સંકેત મળી રહ્યાં છે.
Trending Photos
- રાજ્યના ત્રણ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા આપવામાં આવી
- વડોદરા, ભરૂચ, નર્મદાની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા
- આંગણવાડી, શાળા, કોલેજ, ITI બંધ રહેશે
Havy Rainfall in Gujarat: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વરસાદ ખાબકી ચુક્યો છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે તંત્ર દ્વારા રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ અલર્ટ પણ જાહેર કરી દેવાયું છે.
ખાસ કરીને ગુજરાત અત્યાર સુધીમાં રાજ્યના 80 તાલુકામાં 2થી 14 ઈંચ સુધી વરસાદ ખાબકી ચુક્યો છે. રાજ્યના 30 તાલુકામાં વરસ્યો 4 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. સૌથી વધુ આણંદના બોરસદમાં 14 ઈંચથી વધારે વરસાદ, વડોદરામાં વરસ્યો પોણા 9 ઈંચ, નર્મદાના તિલકવાડામાં પણ પડ્યો 8.5 ઈંચ, પાદરામાં 8, ભરૂચમાં 7.5, ખેરગામમાં 6.5 ઈંચ નોંધાયો છે. આ ઉપરાંત નસવાડીમાં સવા 6, સુબીરમાં 6, નાંદોદમાં 6 ઈંચ, હાંસોટ, અંકલેશ્વર, ઝઘડિયામાં 5.5 ઈંચ વરસાદ થયો છે.
- ઉત્તર ગુજરાતમાં પણ વરસી મેઘમહેર...
- સાબરકાંઠાના તલોદ અને હિંમતનગરમાં 4 ઈંચ...
- વિસનગર, પ્રાંતિજ, જોટાણામાં પણ અઢી ઈંચ વરસાદ...
- મોડાસા, બાયડ, લાખણી, કડીમાં પણ 2 ઈંચ વરસાદ....
આજે પણ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત પર ભારે આકાશી આફત આવી છે. હવે મધ્ય અને ઉત્તર તરફ પણ વરસાદે દિશા બદલી છે. એવામાં ગુજરાતના ત્રણ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા આપવામાં આવી. વડોદરા, ભરૂચ, નર્મદાની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા આપી દેવામાં આવી છે.
વરસાદી માહોલ અને હવામાન વિભાગની આગાહીને પગલે આજે રાજ્યના આ ત્રણ જિલ્લાઓમાં આંગણવાડી, શાળા, કોલેજ, ITI બંધ રહેશે. વલસાડમાં શૈક્ષણિક સંસ્થાઓને સ્થિતિ જોઈને નિર્ણય લેવા અપાયા નિર્દેશ. ભારે વરસાદની સ્થિતિને જોતા શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા નિર્ણય લેવાયો છે. વડોદરામાં ભારે વરસાદના કારણે અનેક GIDCમાં કર્મચારીઓને રજા અપાઈ છે. મકરપુરા, નંદેસરી, પાદરા, વાઘોડિયા, મંજુસર અને પોર GIDCના કર્મચારીઓને બપોર સુધી રજા આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે