Sneezing: જો છીંક આવે તો ખાઈ લેજો... ભૂલેચૂકે પણ રોકવાની ભૂલ ન કરતા, જાણો છીંક રોકવાથી થતા નુકસાન 

Sneezing: કેટલાક એવા પણ જોવા મળશે કે દિવસમાં એટલી બધી છીંક ખાતા હોય કે પરેશાન થઈ જાય. આવામાં લોકો ઈચ્છતા હોય કે આ છીંક અટકી જાય. તેના માટે અનેક નુસ્ખા પણ અજમાવવામાં આવતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ છીંક ખાતા પોતાની જાતને રોકવી એ કેટલું નુકસાનકારક બની શકે છે?

Sneezing: જો છીંક આવે તો ખાઈ લેજો... ભૂલેચૂકે પણ રોકવાની ભૂલ ન કરતા, જાણો છીંક રોકવાથી થતા નુકસાન 

શરદી કે ઉધરસ થાય તો પહેલા તો તમને કદાચ છીંક જ આવતી હશે. એ જ રીતે ધૂળ, માટીના સંપર્કમાં આવતા એલર્જીની સમસ્યા હોય  તેમને છીંકાછીંક થતી હોય છે. કેટલાક લોકો એવા પણ હોય કે કોઈ ચીજની એલર્જી હોય તો પણ છીંક ખાતા હોય છે. કેટલાક એવા પણ જોવા મળશે કે દિવસમાં એટલી બધી છીંક ખાતા હોય કે પરેશાન થઈ જાય. આવામાં લોકો ઈચ્છતા હોય કે આ છીંક અટકી જાય. તેના માટે અનેક નુસ્ખા પણ અજમાવવામાં આવતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ છીંક ખાતા પોતાની જાતને રોકવી એ કેટલું નુકસાનકારક બની શકે છે? ત્યારે એ જાણવું ખાસ જરૂરી છે. 

છીંક રોકવાથી શું થાય?
આપણા ઘરમાં વડીલોને પણ આપણે કહેતા સાંભળ્યા હોય છે કે છીંક રાખવાથી મગજને નુકસાન થઈ શકે છે. ત્યારે આ વાત સમજવી જરૂરી છે. થોડા સમય પહેલા બીએમજેના એક સ્ટડીમાં જણાવવામાં આવ્યું હતું કે એક વ્યક્તિ કે જેણે છીંક રોકવાની કોશિશ કરી તો તેની શ્વાસની નળી ડેમેજ  થઈ ગઈ અને ફાટી ગઈ. આ ઘટના બાદ પીડિત વ્યક્તિનો એક્સરે કાઢવામાં આવ્યો જેમાં જાણવા મળ્યું કે છીંક રોકવાના કારણે હવા સ્કિનના સૌથી નીચલા ટિશ્યુઝ સુધી પહોંચી ગઈ અને ત્યાં અટકી ગઈ. સીટી સ્કેન કરતા ખબર પડી કે તેના ત્રીજા અને ચોથા હાડકા વચ્ચેના મસલ્સ પણ ફાટી ગયા. ફેફસાની આજુબાજુ પણ હવા જમા થઈ ગઈ હતી. 

હકીકતમાં છીંક એ એક કુદરતી પ્રક્રિયા છે અને જ્યારે તમે છીંકને રોકો છો તો તેનાથી તમારા શરીરમાં અનેક ગણું દબાણ વધે છે. જ્યારે તમે છીંક ખાઓ છો ત્યારે તેનાથી શરીરમાં સર્જાતા દબાણથી 20 ગણું અધિક પ્રેશર છીંકને રોકતી વખતે પેદા થાય છે. આથી છીંક રોકવાની ના પાડવામાં આવે છે. 

સ્વાસ્થ્ય માટે જરૂરી
એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ છીંકને રોકવી એ સ્વાસ્થ્યની રીતે સારી વાત નથી. છીંક આવવાની પ્રક્રિયા તમારા બોડીને સુરક્ષિત રાખે છે. જ્યારે છીંક આવે ત્યારે તેના દ્વારા નાકની સાથે સાથે શરીરની પણ સફાઈ થઈ જાય છે. આવામાં છીંકને રોકવી એ હેલ્થ માટે નુક્સાનકારક સાબિત થઈ શકે છે. આથી છીંક રોકવાના પ્રયત્ન કરવા જોઈએ નહીં. 

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. તેને ડોક્ટરની સલાહ તરીકે માની લેવું જોઈએ નહીં. કોઈ પણ બીમારી કે વિશિષ્ટ હેલ્થ કંડીશન માટે સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જરૂરી છે. ડોક્ટર/એક્સપર્ટની સલાહના આધારે જ ઈલાજની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. 

(અહેવાલ સાભાર- સહયોગી વેબસાઈટ હેલ્થસાઈટ ડોટ કોમ હિન્દી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news