રાજકોટ અગ્નિકાંડને એક મહિનો પૂરો : ન્યાય માટે વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો

Rajkot Close : રાજકોટના TRP આગકાંડની ઘટનામાં પીડિતોને નથી મળ્યો ન્યાય... આગકાંડ મામલે કોંગ્રેસે આપ્યું છે રાજકોટ બંધનું એલાન... સોની બજાર, ગુંદાવાડી બજાર અને ખાનગી શાળાઓ બંધ પાળ્યો

રાજકોટ અગ્નિકાંડને એક મહિનો પૂરો : ન્યાય માટે વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો

Rajkot Game Zone Fire : રાજકોટના TRP આગકાંડની ઘટનાને એક મહિનો પૂર્ણ થયો છે.એક મહિનો છતાં પીડિત પરિવારને ન્યાય નથી મળ્યો. ત્યારે ગુજરાત કોંગ્રેસે દ્વારા આજે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. આજે રાજકોટના અનેક વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળ્યો છે. બંધને પગલે શહેરમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. સોની બજાર અને ગુંદાવાડી બજાર બંધ પાળ્યો છે. તો ખાનગી સ્કૂલોએ પણ સ્વૈચ્છિક બંધનો નિર્ણય કર્યો છે. તો રાજકોટમાં ચારેતરફ ‘TRP ગેમઝોન આગકાંડમાં આજે બંધ છે’ તેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.  

રાજકોટમાં આગકાંડને પગલે કોંગ્રેસનુ બંધનું એલાન કરાયું છે. જેમાં રાજકોટના વેપારીઓએ સ્વૈચ્છીક બંધને સમર્થન આપ્યું છે. યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર રોડ, સોની બજાર પણ બંધ જોવા મળ્યા. તો ગુંદાવાડી બજાર અને જંકશન પ્લોટ સહિતના વિસ્તાર બંધ જોવા મળ્યા. NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ સ્કૂલ પણ બંધ કરાવી હતી. બંધને પગલે શહેરમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. 

અગ્નિ કાંડમાં ભોગ બનેલા પીડિત પરિવારની બહેને રડતા રડતા હૈયા વરાળ ઠાલવી. પીડિત પરિવારની અટકાયત થતા એક બહેને રડતા અવાજે આક્રોશ વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે, ગુજરાત સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. મારા ભાઈની અટકાયત કરી છે. અમે ન્યાય માટે લોકોને બંધ કરવા અપીલ કરી રહ્યા છીએ. રડતા રડતા કહ્યું આવી ગુજરાત સરકાર અમારે નથી જોઈતી. અમે સરકારથી નારાજ છીએ.

ZEE 24 કલાક સાથે વાત કરતા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આગકાંડની આજે માસિક પુણ્યતિથિ છે. વેપારીઓએ શ્રદ્ધાંજલિ આપી સ્વૈચ્છીક બંધને સફળ બનાવ્યું છે. સાથે જ SIT તપાસ સામે શક્તિસિંહ ગોહિલે સવાલો ઉઠાવ્યા છે.  

આજે રાજકોટ બંધનું એલાન વચ્ચે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની સ્કૂલ ચાલુ હતી. ત્યારે NSUI અને કોંગ્રેસ કાર્યકરોએ વિઝડમ સ્કૂલ બંધ કરાવી હતી. આ સ્કૂલ બંધ કરાવતા સંચાલકો પોલીસ બોલાવી હતી. .

ધર્મેન્દ્ર રોડ, પરા બજાર, સોની બજાર, પેલેસ રોડ, ગુંદાવાડી, પારસી અગીયારી ચોક, મોટી ટાંકી ચોક, રૈયા રોડ, કોઠારીયા રોડ, ગોંડલ રોડ, મવડી રોડ સહિતના વિસ્તારોના વેપારીઓએ સંપુર્ણ બંધ પાળી ગેમ ઝોનની આગકાંડના હતભાગીઓ-દિવંગતોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને કોંગ્રેસના બંધના એલાનને સંપુર્ણ ટેકો જાહેર કર્યો હતો. કોંગી આગેવાનો કાર્યકરો દ્વારા વેપારીઓને દૂકાન બંધ રાખવા હાથ જોડી અપીલ કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news