Cooking Hacks: આ ટીપ્સ અપનાવી તમે રોટલી કરવાની તવી પર પણ ઉતારી શકશો પરફેક્ટ ક્રિસ્પી ઢોસો

Cooking Hacks: ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે લોઢાની તવી પર બજાર જેવા ક્રિસ્પી ઢોસા ઉતરતા નથી. તવી ઉપર ઢોસાનુ બેટર ચીપકી જાય છે અને ઢોસા ખરાબ થઈ જાય છે. જો આવી ફરિયાદ તમારી પણ હોય તો આજે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જેને અપનાવીને તમે રોટલીની તવી પર પણ પરફેક્ટ ઢોસો ઉતારી શકો છો.

Cooking Hacks: આ ટીપ્સ અપનાવી તમે રોટલી કરવાની તવી પર પણ ઉતારી શકશો પરફેક્ટ ક્રિસ્પી ઢોસો

Cooking Hacks: સાઉથ ઇન્ડિયન વાનગી નાના-મોટા સૌ કોઈને ભાવે છે. તેમાં પણ સૌથી વધારે લોકપ્રિય ઢોસા હોય છે. ઢોસા તો સવારે નાસ્તામાં પણ કોઈ આપે તો લોકો ખુશી ખુશી ખાઈ લેતા હોય છે. પરંતુ ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે લોઢાની તવી પર બજાર જેવા ક્રિસ્પી ઢોસા ઉતરતા નથી. તવી ઉપર ઢોસાનુ બેટર ચીપકી જાય છે અને ઢોસા ખરાબ થઈ જાય છે. જો આવી ફરિયાદ તમારી પણ હોય તો આજે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જેને અપનાવીને તમે રોટલીની તવી પર પણ પરફેક્ટ ઢોસો ઉતારી શકો છો.

પરફેક્ટ ઢોસા બનાવવાની ટીપ્સ

આ પણ વાંચો:

1. જે તવા ઉપર તમારે ઢોસો બનાવવો હોય તેને બરાબર રીતે સાફ કરી લેવો. જો તવા ઉપર જરા પણ ગંદકી હશે તો ઢોસાનું બેટર સારી રીતે સ્પ્રેડ નહીં થાય અને ઢોસો ચિપકી જશે. તેથી સૌથી પહેલા તવાની સફાઈ સારી રીતે કરો.

2. લોઢાની તવી પરથી પણ ઢોસો સારો ઉતરે તે માટે ડુંગળી અથવા બટેટાને અડધું કાપી તેને તેલમાં પલાળીને તવાને ચીકણો કરી લેવો. આમ કરવાથી પણ ઢોસો ક્રિસ્પી બને છે.

3. ઢોસો તવા પર ચોંટે નહીં અને સારી રીતે ક્રિસ્પી થાય તે માટે તવાને ગરમ કરી અને પછી પાણી છાંટીને ઠંડો કરી દેવો ત્યાર પછી ઢોસાનું બેટર તવા ઉપર સ્પ્રેડ કરવું. આમ કરવાથી ઢોસો ક્રિસ્પી બને છે.

4. ઢોસો બનાવવા માટે ફ્રિજમાંથી કાઢેલું ઠંડુ બેટર ક્યારેય વાપરવું નહીં. બેટર પહેલા નોર્મલ ટેમ્પરેચર પર આવે પછી જ તેનો ઉપયોગ કરવો. ઘણી વખત બેટર એટલું ઠંડુ હોય છે કે તવા પર મુકતાની સાથે જ ચીપકી જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news