IPL 2025 Auction: આ ખેલાડીઓ પર થયો રૂપિયાનો વરસાદ, પંત-અય્યર થયા માલામાલ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
IPL 2025 Auction Sold Players List: આઈપીએલ 2025ના ઓક્શનના પ્રથમ બે સેટોમાં માર્કી ખેલાડીઓનો સમાવેશ થતો હતો, જેના પર ટીમોએ મોટી બોલી લગાવી હતી. માર્કી ખેલાડીઓ એવા હોય છે જેમને ફ્રેન્ચાઇઝી ટોપના ખેલાડીઓની યાદીમાં રાખે છે. રિષભ પંત (27 કરોડ) અને શ્રેયસ અય્યર (26.75 કરોડ) એ ઈતિહાસ રચ્યો, જે IPL ઈતિહાસના બે સૌથી મોંઘા ખેલાડી બની ગયા. આ સિવાય ઘણા ભારતીય ખેલાડીઓ પણ અમીર બન્યા છે. ચાલો જાણીએ 12 માર્કી ખેલાડીઓ વિશે અને તેઓ કેટલામાં વેચાયા.
રિષભ પંત
વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને દિલ્હીની ટીમે રિટેન કર્યો ન હતો. આવી સ્થિતિમાં પંત મેગા ઓક્શનનો હિસ્સો બન્યો અને ફેમસ થયો. લખનૌ સુપર જાયન્ટ્સે તેને 27 કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવીને સાઈન કર્યો હતો. આટલી મોટી રકમ સાથે પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.
શ્રેયસ અય્યર
આઈપીએલ 2025ની મેગા ઓક્શનમાં શ્રેયસ અય્યર પર બિડિંગ શરૂ થતાં જ તેણે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આઈપીએલ 2024ના કેપ્ટન શ્રેયસ અય્યરે આઈપીએલ ઓક્શનના ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. અય્યરે મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ ચકનાચૂર કરી નાખ્યો હતો અને આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો, પરંતુ થૌડા જ સમયમાં રિષભ પંતે તેનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. શ્રેયસ અય્યર IPL ઈતિહાસમાં રિષભ પંત પછી સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પંજાબ કિંગ્સે તેને 26.75 કરોડ રૂપિયામાં સામેલ કર્યો છે. શ્રેયસ અય્યરે મેગા ઓક્શન માટે તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી હતી.
વેંકટેશ અય્યર
કોલકાતા નાઈટ રાઈડર્સે વેંકટેશ અય્યર માટે ઘણા પૈસા ખર્ચ્યા હતા. અય્યરને ટીમમાં સામેલ કરવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કેકેઆર વચ્ચે બોલી યુદ્ધ ચાલી રહ્યું હતું. વેંકટેશની મૂળ કિંમત રૂ. 2 કરોડ હતી, તેમના પર બોલી ખૂબ જ ઝડપથી રૂ. 20 કરોડને પાર થઈ ગઈ હતી. અંતે, આરસીબીએ પીછેહઠ કરી અને કોલકાતાએ 23.75 કરોડ રૂપિયાની મોટી રકમ ખર્ચીને ફરીથી ભારતીય ઓલરાઉન્ડરને પોતાની ટીમમાં સામેલ કર્યો. વેંકટેશ માટે આટલી મોટી બોલીની કોઈને અપેક્ષા નહોતી અને જ્યારે તે રૂ. 23.75 કરોડમાં વેચાયો ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
અર્શદીપ સિંહ
IPL 2025ની મેગા ઓક્શનના પહેલા દિવસે જ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. આ એપિસોડમાં અર્શદીપ સિંહને લઈને બધી ટીમો વચ્ચે ભારે ટક્કર જોવા મળી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે તેના માટે પહેલી બોલી લગાવી હતી. દિલ્હી કેપિટલ્સે તેને જોરદાર ટક્કર આપી હતી. પરંતુ પંજાબ કિંગ્સે તેમના RTM કાર્ડથી રમતને ટ્વિસ્ટ કરી. સનરાઇઝર્સે ફરી 18 કરોડ રૂપિયાની બોલી લગાવી. પંજાબે 18 કરોડ રૂપિયાની ઓફર સ્વીકારી અને અર્શદીપને ખરીદ્યો. અર્શદીપ ફરીથી તેની જૂની ટીમમાં પાછો ફર્યો અને પંજાબે તેના માટે 18 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
યુઝવેન્દ્ર ચહલ
યુઝવેન્દ્ર ચહલને પંજાબની ટીમમાં 18 કરોડ રૂપિયામાં સામેલ કરવામાં આવ્યો છે. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. આ સાથે ચહલ અર્શદીપની સાથે સંયુક્ત રીતે સૌથી મોંઘો ભારતીય બોલર બની ગયો છે. પંજાબે આરટીએમ (રાઈટ ટુ મેચ) કાર્ડનો ઉપયોગ કરીને 18 કરોડ રૂપિયામાં અર્શદીપને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
જોસ બટલર
જોસ બટલરને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો છે. GTએ તેને 15.75 કરોડમાં ખરીદ્યો છે.
કેએલ રાહુલ
કેએલ રાહુલને દિલ્હી કેપિટલ્સે 14 કરોડમાં ખરીદ્યો છે.
મોહમ્મદ સિરાઝ
ગુજરાત ટાઇટન્સે મોહમ્મદ સિરાઝને 12.25 કરોડ ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
મિશલ સ્ટાર્ક
દિલ્હી કેપિટલ્સે 2024ના સૌથી મોંઘા ખેલાડી મિશલ સ્ટાર્કને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. દિલ્હી કેપિટલ્સે મિશલ સ્ટાર્ક પર 11.75 કરોડ ખર્ચ કર્યા છે.
ફિલ સોલ્ટ
ફિલ સોલ્ટને રોયલ ચેલેન્ઝર્સ બેંગાલુરુએ 11.50 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
કાગિસો રબાડા
ગુજરાત ટાઇટન્સે કાગિસો રબાડાને 10.75 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
મોહમ્મદ શમી
મોહમ્મદ શમીએ આઈપીએલ 2025ની હરાજીમાં ધૂમ મચાવી હતી. તેમના પર કરોડો રૂપિયાની બોલીઓ લાગી હતી. શમી ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો. પરંતુ તેને જાળવી રાખવામાં આવ્યો ન હતો. જો કે, હવે તેને સનરાઇઝર્સ હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. SRH માટે તે આગામી સિઝનમાં ધમાકેદાર દેખાવ કરવા માટે તૈયાર છે. શમી પ્રથમ વખત SRH તરફથી રમશે.
Trending Photos