આ ફ્રૂટ ખાવાથી થઈ શકે છે તમારી હેલ્થને મોટું નુકસાન, જાણી લો નહીં તો પસ્તાશો!

સામાન્ય રીતે ફ્રૂટ ખાવાથી થતાં ફાયદાની જ વાતો થતી હોય છે. પણ જો તમને એમ કહેવામાં આવે તે તમારા મનપસંદ ફ્રૂટને ખાવાથી પણ તમે થઈ શકો છો બીમાર, તો શું કહેશો. ચોંકી ગયા ને પણ આ હકીકત છે. 

આ ફ્રૂટ ખાવાથી થઈ શકે છે તમારી હેલ્થને મોટું નુકસાન, જાણી લો નહીં તો પસ્તાશો!

નવી દિલ્લીઃ સામાન્ય રીતે ફ્રૂટ ખાવાથી થતાં ફાયદાની જ વાતો થતી હોય છે. પણ જો તમને એમ કહેવામાં આવે તે તમારા મનપસંદ ફ્રૂટને ખાવાથી પણ તમે થઈ શકો છો બીમાર, તો શું કહેશો. ચોંકી ગયા ને પણ આ હકીકત છે. કેરી ખાવાનું કોને પસંદ ના હોય, કેરીમાં વિટામીન એ,બી,સી,ઈ,કે સિવાય અન્ય જરૂરી મિનરલ્સ હોય છે. કેરીમાં પોલીફેનોલ્સ, ટ્રાઈટરપીન અને લ્યુપોલીસ જેવા એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે શરીર માટે જરૂરી ગણાય છે. સામાન્ય રીતે જરૂરી પોષક તત્વો હોય છે પરંતુ કોઈ પણ વસ્તુ જો જરૂર કરતા વધુ ખાવામાં આવે તો નુકસાન થઈ શકે છે. કેરી પણ  વધુ માત્રામાં ખાવાથી આડઅસરને આમંત્રણ આપી શકે છે. એટલે કેરી ખાતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

1) ડાયાબિટીસના દર્દીઓ રહે સાવધાન:
સામાન્ય રીતે કેરીમાં કુદરતી ગળપણ હોય છે પરંતુ તમારા શરીરમાં કુદરતી ગળપણ પણ એક નિશ્ચિત માત્રામાં હોવું જોઈએ. વધુ કેરી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર જલદી વધી શકે છે. એટલે દિવસમાં એકથી બે કેરીથી વધુ કેરી ના ખાવી જોઈએ. ડાયાવિટીઝ દર્દી પોતાનું સુગર લેલવલ ચેક કરીને પણ જોઈ શકે છે કેરી ખાવાથી કેટલી અસર થઈ છે.

2) ચહેરા પર ખીલનું જોખમ:
સામાન્ય રીતે કેરી ગરમીનું ફળ છે. પણ તેને વધુ માત્રામાં ખાવથી ચહેરા પર ખીલ અને ફોલ્લીઓ થઈ શકે છે. જરૂરિયાતથી વધુ કેરી ખાવાથી તમારા ચહેરાની સુંદરતા ગાયબ થઈ શખે છે. કેરીમાં ઉરુશિઓલ નામનું કેમિકલ હોય છે. કેટલાક લોકોને તેના કારણે રેશિશ પણ થવા લાગે છે.

3) દાદ, ખાજ, ખંજવાળ:
કેરીના ઉપરના ભાગનો એક ચીકણો પદાર્થ હોય છે અને તેને જો યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો દાદ અને ખુજલી થઈ શકે છે. જો ભૂલથી આ પદાર્થ ગળામાં જતો રહે તો ગળુ બેસી પણ શકે છે અને ગળામાં સોજો પણ કરી શકે છે. ઉરુશિયોલના કેમિકલના કારણે વધુમાં વધુ કેરી ખાવાથી શરીરમાં નાના નાના દાણા જેવું પણ થઈ શકે છે.

4) પેટમાં ગડબડ થઈ શકે છે:
કેરીનો સીધો સંબંધ પેટથી હોય છે. મીટી કેરી ખાવી જેટલી સારી લાગે છે પેટ માટે તેટલી જ નુકસાનકારક છે. કેરીમાં વધુ પ્રમાણનું ફાઈબર હોય છે. વધુ કેરી ખાવાથી ઝાડા અને પેટમાં દુખાવાની ફરિયાદ પણ રહે છે.

5) વજન વધે છે:
કેરીમાં કેલેરીની વધુ માત્રા હોય છે. એક મધ્યમ આકારની કેરીમાં પણ 135 કેલેરી હોય છે. વધુ માત્રામાં કેરી ખાવાથી તમારુ વજન વધી શકે છે. એટલે જો તમે તમારા જાડાપણાને કંટ્રોલ કરવા માગો છો તો કેરીને કંટ્રોલમાં ખાજો.

6) એલર્જીની સમસ્યા:
કેટલાક લોકોને કેરીથી એલર્જી હોય છે. આવા લોકોને કેરી ખાતા પછી આંખ-નાકમાંથી પાણી વહેવુ, શ્વાસ લેવામાં તકલીફ, પેટમાં દુખાવો, છીંક જેવી મુશ્કેલીઓ થવા લાગે છે. જો તમને પણ કેરી ખાધા પછી આવી કોઈ સમસ્યા થાય છે તે કેટલાક દિવસો સુધા કેરી ખાવાનું બંધ રાખો પછી ધ્યાનથી ચેક કરો તો ચોક્કસ ઈલાજ મળશે.

7) એનાફિલેક્ટિક શોક:
વધુ કેરી ખાવાથી કેટલાક લોકોને એનાફિલેક્ટિક શોકના લક્ષણ જોવા મળે છે. આ એક એલર્જિક રિએક્શન હોય છે જેમાં મિતલી, ઉલટી અને આઘાત જેવા લક્ષણ અનુભવાય છે. સમય પર જો યોગ્ય ઈલાજ ન કરવામાં આવે તો તેનાથી વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે.

8) શરીરનું તાપમાન વધારે છે કેરી:
કેરીને એક ગરમ ફળ ગણવામાં આવે છે. કેટલાક રિસર્ચ મુજબ વધુ માત્રામાં કેરી ખાવાથી શરીરનું તાપમાન વધી જાય છે. પણ આયુર્વેદ અનુસાર કેરીને ક્યારેય દૂધની સાથે ન ખાવી જોઈએ. આ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારુ નથી. જો તમને સાયનસ અને સાંધાની બીમારી છે તો કેરીથી અંતર બનાવી રાખવું જરૂરી છે. 

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news