Side effects: શું તમે પણ ફ્રીજમાં મુકી રાખેલા બાંધેલા લોટની રોટલી ખાવ છો? તો એકવાર વાંચી લેજો

health tips: જો કે કદાચ જ આપને ખબર હશે કે બાંધેલો લોટ(ગુંદેલો લોટ) જો ફ્રીજમાં મુકવામાં આવે તો તે તમારા સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. હા તમે સાચુ વિચારી રહ્યા છો કે અમે તો આવું વર્ષોથી કરીએ છીએ. પરંતુ જણાવીએ કે ફ્રીજમાં મુકેલ લોટ સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થાય છે. 

Side effects: શું તમે પણ ફ્રીજમાં મુકી રાખેલા બાંધેલા લોટની રોટલી ખાવ છો? તો એકવાર વાંચી લેજો

kneading dough : સામાન્ય રીતે ઘરમાં રોટલી-ભાખરી બનાવવા માટે લોટ બાંધવામાં આવે છે. જો કે ભોજન બાદ જે પણ લોટ વધે છે તેને આપણે ફ્રીજમાં મુકી દેહા હોઇએ છીએ. જેથી સાંજે તેનો ઉપયોગ કરી શકાય. ઘણા લોકો એવા પણ હોય છે જે સવારે અને સાંજે લોટ એક સાથે જ બાંધી દેતા હોય છે જેથી સમય બચાવી શકાય અન બપોરે તથા સાંજે અલગ અલગ સમય બગાડવો ન પડે. 

જો કે કદાચ જ આપને ખબર હશે કે બાંધેલો લોટ(ગુંદેલો લોટ) જો ફ્રીજમાં મુકવામાં આવે તો તે તમારા સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. હા તમે સાચુ વિચારી રહ્યા છો કે અમે તો આવું વર્ષોથી કરીએ છીએ. પરંતુ જણાવીએ કે ફ્રીજમાં મુકેલ લોટ સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થાય છે. 

આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

વૈજ્ઞાનિક તથ્ય
નિષ્ણાંતોનું કહેવું છે કે જેવો લોટમાં પાણી ઉમેરો છો તે સમયે જ તેનો ઉપયોગ કરી લેવો જોઇએ. એવું એટલા માટે કહેવાય છે કારણ કે ઘણા એવા રાસાયણીક પરિવર્તન લોટની અંદર આવે છે જે આપણા સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થાય છે. લોટ જ્યારે પણ ફ્રીજમાં બાંધીને મુકવામાં આવે તો ફ્રીજમાં રહેલા હાનિકારક કિરણો તેમાં મળી જાય છે. જેના કારણે ફ્રીજમાં મુકેલ લોટ અનેક પ્રકારે બિમારીઓનો ખતરો પેદા કરે છે. 

આયુર્વેદ શું કહે છે ?
આયુર્વેદમાં પણ ફ્રીજમાં મુકેલા લોટનો ઉપયોગ નહી કરવા જણાવાયું છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે રોટલી બનાવો છો તો તાજો જ લોટ બાંધીને બનાવો. ફ્રીજમાં મુકેલ લોટનો ઉપયોગ ન કરો. ફ્રીજમાં જે લોટ બાંધીને મુકવામાં આવે છે તે વાસી થઇ જાય છે અને તેનો સ્વાત તાજા લોટથી ખુબ જ અલગ હોય છે. 

ધાર્મિક કારણ
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વાસી ભોજન પ્રેત ભોજન સમાન છે. તે ઉપરાંત ગણા લોકો તેમ પણ કહે છે જ્યારે પણ ફ્રીજમાં વધેલો લોટ મુકો છો તો તે પિંડ સમાન થઇ જાય છે. ત્યાર બાદ આ પિંડનું ભક્ષણ પ્રેત કરવા માટે આવે છે. માણસ જો આ ભોજન કરે તો તે પણ પ્રેત સમાન થઇ જાય છે. તે ઘરમાં હંમેશા આળશ અને રોગનો વાસ રહે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા લોકોને ગેસની પરેશાની પણ વાસી લોટનાં કારણે થઇ શકે છે. એટલા માટે કહેવામાં આવે છે કે જે સમયે તમારી રોટલી બનાવવી હોય ત્યારે જ લોટ બાંધો અને તાજી રોટલી જ હંમેશા ખાવી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news