હાઈ બીપી કંટ્રોલ કરવાથી લઈ વજન ઘટાડવા સુધીના આ અદ્ભુત ફાયદા કરે છે કોળાના બીજ

Pumpkin Seeds Benefits: કોળાના બીજનો ઉપયોગ સ્નેક્સ, સ્મુધીમાં અને મુખવાસ તરીકે પણ કરી શકાય છે. જો તમે ડેઇલી ડાયટમાં કોળાના બીજનો ઉપયોગ કરો છો તો તેનાથી શરીરને હેલ્ધી ફેટ મેગ્નેશિયમ અને ઝીંક સારા એવા પ્રમાણમાં મળે છે. કોળાના બીજ ડાયાબિટીસના દર્દી માટે પણ ફાયદાકારક હોય છે. આ સિવાય કોળાના બીજ ખાવાથી શરીરને અન્ય ઘણા ફાયદા થાય છે.

હાઈ બીપી કંટ્રોલ કરવાથી લઈ વજન ઘટાડવા સુધીના આ અદ્ભુત ફાયદા કરે છે કોળાના બીજ

Pumpkin Seeds Benefits: કોળાના બીજ નાના અંડાકાર હોય છે. કોળાંના બીજ પોષક તત્વોનો ભંડાર હોય છે તેમાં અનસેચ્યુરેટેડ ફેટ, ઓમેગા 6 ફેટી એસિડ અને અન્ય પોષક તત્વો પર્યાપ્ત માત્રામાં હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ સ્નેક્સ, સ્મુધીમાં અને મુખવાસ તરીકે પણ કરી શકાય છે. 

જો તમે ડેઇલી ડાયટમાં કોળાના બીજનો ઉપયોગ કરો છો તો તેનાથી શરીરને હેલ્ધી ફેટ મેગ્નેશિયમ અને ઝીંક સારા એવા પ્રમાણમાં મળે છે. કોળાના બીજ ડાયાબિટીસના દર્દી માટે પણ ફાયદાકારક હોય છે. આ સિવાય કોળાના બીજ ખાવાથી શરીરને અન્ય ઘણા ફાયદા થાય છે.

આ પણ વાંચો:

વજન ઘટાડવામાં મદદ કરે છે
પોષક તત્વોથી ભરપૂર કોળાના બીજ વજન ઘટાડવામાં મદદ કરે છે. આ બીજમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, જે પાચન માટે ફાયદાકારક છે. આ બીજનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે વધારે પ્રમાણમાં ભોજન કરવાથી બચો છો. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

કેન્સરનું જોખમ ઘટાડે છે
કોળાના બીજ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આહારમાં તેનો સમાવેશ કરવાથી મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.

હેલ્ધી રહે છે હાર્ટ
કોળાના બીજ એન્ટીઑકિસડન્ટો, મેગ્નેશિયમ, ઝીંકનો સારો સ્ત્રોત છે. આ બીજમાં રહેલા આ તમામ પોષક તત્વો હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ 
કોળાના બીજ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે જે હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડી શકે છે.

અનિંદ્રા 
જો તમારે સારી ઊંઘ લેવી હોય તો સૂતા પહેલા કોળાના બીજનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તેમાં રહેલો તત્વ અનિંદ્રાને દુર કરે છે

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news