અમદાવાદની જાણીતી દુકાનની પાણીપુરીના પાણીમાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ

અમદાવાદમાં ફરી ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. પ્રતિષ્ઠિત પકોડી સેન્ટરમાં પાણીપુરીના પાણીમાંથી વંદો નીકળ્યો છે. 

અમદાવાદની જાણીતી દુકાનની પાણીપુરીના પાણીમાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ

અમદાવાદઃ ગુજરાતમાંથી વિવિધ ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાની ઘટના સતત સામે આવી રહી છે. મોટી-મોટી રેસ્ટોરન્ટ્સ અને દુકાનોના ખાદ્ય પદાર્થો પર પણ સવાલ ઉભા થાય છે. હવે અમદાવાદમાં એક જાણીતી પકોડીની દુકાનમાં પાણીપુરીના પાણીમાંથી વંદો નિકળ્યો છે. એક ગ્રાહકે સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ કર્યો છે.

પાણીપુરીના પાણીમાંથી નિકળ્યો વંદો
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા દીવાન પકોડી સેન્ટર પર ગ્રાહકે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. દીવાન પકોડી સેન્ટરની પાણીપુરીના પાણીમાંથી વંદો નીકળ્યો છે. ગ્રાહકે ફરિયાદ કરતા માલિકે ઉડાઉ જવાબ આપ્યો હતો. ત્યારબાદ ગ્રાહક દ્વારા કોર્પોરેશનના હેલ્થ સેન્ટરમાં ફરિયાદ કરી હતી. 

વીડિયો વાયરલ
દીવાન પકોડી સેન્ટરની પાણીપુરીના પાણીમાંથી વંદો નીકળવાની ઘટનાનો વીડિયો પણ ગ્રાહકે વાયરલ કર્યો છે. હેલ્થ વિભાગમાં પણ તેની ફરિયાદ આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news