સાવધાન! જો તમે પણ સ્ટીલના વાસણમાં રાંધો છો ભોજન, તો જાણી લો તેના નુકસાન

Cooking Tips: આજકાલ આપણા દેશમાં સ્ટીલના વાસણમાં ભોજન બનાવે છે. લોકો ધીમે ધીમે હવે એલ્યુમિનિયમના બદલે સ્ટીલના વાસણનો રસોડામાં ઉપયોગ કરી રહ્યા છે.કારણ કે લોકોમાં એવી માન્યતા છે કે, એલ્યુમિનિયમના વાસણોમાં રસોઈ કરવાની અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થાય છે..

સાવધાન! જો તમે પણ સ્ટીલના વાસણમાં રાંધો છો ભોજન, તો જાણી લો તેના નુકસાન

Cooking Tips: આજકાલ આપણા દેશમાં સ્ટીલના વાસણમાં ભોજન બનાવે છે. લોકો ધીમે ધીમે હવે એલ્યુમિનિયમના બદલે સ્ટીલના વાસણનો રસોડામાં ઉપયોગ કરી રહ્યા છે.કારણ કે લોકોમાં એવી માન્યતા છે કે, એલ્યુમિનિયમના વાસણોમાં રસોઈ કરવાની અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થાય છે પરંતુ શું તમને એ ખબર છે કે, સ્ટીલના વાસણમાં પણ જો યોગ્ય રીતે ભોજન પકાવવામાં ન આવે તો નુકસાન થઈ કે છે. જેના માટે તમારે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

ફાસ્ટ ગેસ પર ન પકાવો
જ્યારે તમે સ્ટીલના વાસણમાં ભોજન બનાવો છો ત્યારે જો ફાસ્ટ ગેસ પર રાખશો તો ભોજન બળી જશે. અહીં તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે સ્ટેનલેસ સ્ટીલમાં ટેફ્લોનનું કોટિંગ નથી હોતું. જેથી તમે સ્ટીલના વાસણમાં ખાસ કરીને નવા સ્ટીલના વાસણમાં ભોજન બનાવો ત્યારે તેને ધીમી આંચ પર પકાવો.

ગ્રિલ ન કરો
પાતળો સ્ટીલના પેનમાં કોઈ પણ વસ્તુને ગ્રિલ ન કરવી જોઈએ. ગ્રિલિંગ માટે વાસણને આંચ પર વધારે સમય રાખવું પડે છે. જેનાથી ધાતુ ખરાબ થઈ જાય છે.

ડીપ ફ્રાઈ ન કરો
જો તમે ક્યારેય સ્ટીલના વાસણમાં વસ્તુને ડીપ ફ્રાઈ કરવાનું વિચારો છો તો ન કરો. કારણ કે સ્ટીલના વાસણમાં એક સ્મોક પોઈન્ટ હોય છે. જ્યારે તમે કોઈ વસ્તુ તળે ત્યારે તે સ્મોકિંગ પોઈન્ટથી ઉપર પહોંચી જાય છે. જેનાથી તમારું સ્ટીલનું વાસણ પીળું કે ચીકણું દેખાય છે. જેના ઘણીવાર નિશાન પણ રહી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news