કાચી કેરીમાંથી બનાવો સ્વાદિષ્ટ અને ચટાકેદાર ચટણી, એકદમ સરળ છે રીત
Raw Mango Chutney Recipe: કાચી કેરીની વાત કરીએ તો તેમાંથી અથાણા તો બને જ છે પરંતુ તેમાંથી ચટપટી ચટણી પણ બનાવી શકાય છે. અથાણા બનાવીએ પછી તેને ખાવા માટે રાહ જોવી પડે છે પરંતુ ચટણીને તો તમે ફટાફટ બનાવીને ખાઈ શકો છો. તો ચાલો તમને જણાવીએ એ કાચી કેરીમાંથી સ્વાદિષ્ટ ચટણી કેવી રીતે બનાવવી.
Trending Photos
Raw Mango Chutney Recipe: ઉનાળાની ઋતુમાં નાના મોટા સૌ કોઈ કેરીની રાહ જોતા હોય છે. કાચી કેરી થી લઈને મીઠી મધુરી પાકી કેરી ઉનાળામાં મળતી એકમાત્ર એવી વસ્તુ છે જે સૌને ભાવે છે. પાકી કેરી તો અલગ અલગ રીતે ખાઈ જ શકાય છે પરંતુ કાચી કેરીની પણ તમે અલગ અલગ વાનગીઓ બનાવીને પીરસી શકો છો. કાચી કેરીની વાત કરીએ તો તેમાંથી અથાણા તો બને જ છે પરંતુ તેમાંથી ચટપટી ચટણી પણ બનાવી શકાય છે. અથાણા બનાવીએ પછી તેને ખાવા માટે રાહ જોવી પડે છે પરંતુ ચટણીને તો તમે ફટાફટ બનાવીને ખાઈ શકો છો. તો ચાલો તમને જણાવીએ એ કાચી કેરીમાંથી સ્વાદિષ્ટ ચટણી કેવી રીતે બનાવવી.
આ પણ વાંચો:
ચટણી બનાવવાની સામગ્રી
500 ગ્રામ - કાચી કેરી
એક કપ - ખાંડ
છ થી સાત - ખજૂર
અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર
અડધી ચમચી સૂંઠ પાવડર
સંચળ અડધી ચમચી
મીઠું સ્વાદ અનુસાર
ચટણી બનાવવાની રીત
કાચી કેરી ની ચટણી બનાવવા માટે સૌથી પહેલા કેરીને ધોઈ અને કોરી કરી લેવી. ત્યાર પછી તેને છીણી લેવી. હવે એક વાસણમાં છીણેલી કેરીને લઈ અને તેમાં ખાંડ અને અડધો કપ પાણી ઉમેરો. ખાંડ ઓગળી જાય એટલે તેમાં સંચળ અને મીઠું ઉમેરી ઢાકીને ધીમા તાપે પકાવો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી કેરી કડાઈમાં ચોંટી ન જાય. દસ મિનિટ પછી કેરી જો સોફ્ટ થઈ ગઈ હોય તો તેમાં સૂંઠ પાવડર લાલ મરચું પાવડર ગરમ મસાલો શેકેલું જીરું અને ખજૂર મિક્સ કરો. ત્યાર પછી ચટણી ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે પકાવો. પાણી બળી જાય અને ચટણી ઘટ્ટ થઈ જાય એટલે તેને એક વાસણમાં કાઢી ઠંડી થવા દો અને પછી તેને સ્ટોર કરી લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે