Laziness: સવારે બેડમાંથી ઉઠવાનું મન નથી થતું ? તો જાણી લો શરીરને આળસુ બનાવતા 5 કારણો વિશે
Laziness: ઘણીવાર સવારે પથારીમાંથી ઉઠવાનું પણ મન ન થાય. આખો દિવસ સતત આરામ કરવાના જ વિચાર આવે. આવું ક્યારેક થતું હોય તો તે થાકના કારણે કે અન્ય કારણોસર હોય શકે છે. પરંતુ જો તમને રોજ આવું જ આળસ, સુસ્તી રહે છે તો તેની પાછળ ઘણા કારણ જવાબદાર હોય શકે છે.
Trending Photos
Laziness: ઘણીવાર એવું થાય છે કે આપણું શરીર કામ કરવા માટે બિલકુલ તૈયાર ન હોય. ઘણીવાર સવારે પથારીમાંથી ઉઠવાનું પણ મન ન થાય. આખો દિવસ સતત આરામ કરવાના જ વિચાર આવે. આવું ક્યારેક થતું હોય તો તે થાકના કારણે કે અન્ય કારણોસર હોય શકે છે. પરંતુ જો તમને રોજ આવું જ આળસ, સુસ્તી રહે છે તો તેની પાછળ ઘણા કારણ જવાબદાર હોય શકે છે. આજે તમને એવા 5 કારણ વિશે જણાવીએ જેના કારણે શરીર સતત થાકેલું લાગે અને આળસનો અનુભવ થાય.
ખરાબ આહાર
જે આપણે ખાતા હોય છે તેની અસર શરીરના એનર્જી લેવલ પર થાય છે. પ્રોસેસ્ડ ફૂડ, ખાંડ અને ફેટયુક્ત વસ્તુઓ શરીરની સુસ્તી અને આળસ વધારે છે. તેના બદલે જો તમે પ્રોટીન, ફાયબર, વિટામીન અને મિનરલ્સથી ભરપુર વસ્તુઓ ખાવ છો તો શરીર ઉર્જાવાન રહે છે.
ડિહાઈડ્રેશન
શરીરમાં પાણીની ઉણપ સર્જાય ત્યારે પણ થાક, સુસ્તી અને આળસ રહે છે. જ્યારે શરીરમાં પાણીની ખામી હોય તો રક્ત જાડુ થઈ જાય છે અને બ્લડ સરક્યુલેશનમાં સમસ્સા થાય છે. તેનાથી સ્નાયૂમાં દુખાવો અને શરીરમાં થાક લાગે રાખે છે.
ઓછી ઊંઘ
જ્યારે પુરતી ઊંઘ થતી ન હોય ત્યારે પણ શરીરમાં સુસ્તી અને થાક રહે છે. રાત્રે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ કરવી જોઈએ. ઊંઘ દરમિયાન શરીર રિપેર થાય છે અને એનર્જી એકત્ર કરે છે.
વ્યાયામની ખામી
નિયમિત વ્યાયામ માત્ર શારીરિક ફિટનેસ નહીં માનસિક સ્ફુર્તિ માટે પણ જરૂરી છે. વ્યાયામથી બ્લડ સર્કુલેશન સારું થાય છે અને સ્નાયૂ મજબૂત બને છે. તેનાથી મન પ્રસન્ન રહે છે અને એનર્જીનો અનુભવ થાય છે.
મેડિકલ કારણ
ઘણીવાર સતત થાક અને સુસ્તી કોઈ મેડિકલ કારણને લીધે પણ થાય છે. જેમકે થાયરોઈડ, એનીમિયા, ડિપ્રેશન કે કોઈ ક્રોનિક બીમારી હોય તો પણ શરીર થાકેલું લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે