Home Hacks: ચોમાસામાં ઘરમાં વારંવાર આવતા મચ્છર-ગરોળીને ભગાવવા કરો આ ઉપાય

હંમેશા ઘરમાં વરસાદની સીઝનને કારણે મચ્છ, માખી કે ગરમીમાં દિવાલ પર ગરોળી નીકળતા દેખાય છે. અનેક લોકો તેને જોઈને મોઢું ફેરવી લે છે. તો કેટલાક લોકો આ જંતુને જોઈને ડરી જાય છે. ઘરમાં મચ્છર આવી જાય તો ન તો શાંતિથી બેસી શકાય છે કે ન તો ઉંઘી શકાય છે. તો જો વંદાની વાત કરી તો તેઓ કિચનમાં ગંદકી ફેલાવે છે. જેનાથી તમને અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે. આવામાં આજે અમે તમને દાદી-નાનીના કેટલાક ઘરેલુ નુસ્ખા બતાવવા જઈ રહ્યાં છે. આ ઉપાયોને અપનાવીને તમે તેનાથી છૂટકારો મેળવી શકો છો. તેને ભગાવવું આપણી મજબૂરી ન હોય તો તે આપણી હેલ્થ માટે બહુ જ હાનિકારક સાબિત થઈ શકે છે. 
Home Hacks: ચોમાસામાં ઘરમાં વારંવાર આવતા મચ્છર-ગરોળીને ભગાવવા કરો આ ઉપાય

ઝી મીડિયા/બ્યૂરો :હંમેશા ઘરમાં વરસાદની સીઝનને કારણે મચ્છ, માખી કે ગરમીમાં દિવાલ પર ગરોળી નીકળતા દેખાય છે. અનેક લોકો તેને જોઈને મોઢું ફેરવી લે છે. તો કેટલાક લોકો આ જંતુને જોઈને ડરી જાય છે. ઘરમાં મચ્છર આવી જાય તો ન તો શાંતિથી બેસી શકાય છે કે ન તો ઉંઘી શકાય છે. તો જો વંદાની વાત કરી તો તેઓ કિચનમાં ગંદકી ફેલાવે છે. જેનાથી તમને અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે. આવામાં આજે અમે તમને દાદી-નાનીના કેટલાક ઘરેલુ નુસ્ખા બતાવવા જઈ રહ્યાં છે. આ ઉપાયોને અપનાવીને તમે તેનાથી છૂટકારો મેળવી શકો છો. તેને ભગાવવું આપણી મજબૂરી ન હોય તો તે આપણી હેલ્થ માટે બહુ જ હાનિકારક સાબિત થઈ શકે છે. 

Sushant Suicide Case માં નોકરે પાર્ટીને લઈને કર્યો મોટો ખુલાસો

વંદાને ભગાવવાનો ઉપાય
કિચનમાં ફરનારા વંદા અનેક બીમારીનું કારણ બની શકે છે. આવામાં તેને ભગાવવા માટે લસણ, ડુંગળી અને કાળા મરીને બરાબર માત્રામાં લો અને તેની દળીને પેસ્ટ બનાવી લો. તેને એક બોટલ પાણીમાં નાંખીને ઘોળી લો. આ મિશ્રણને એવી જગ્યાએ છાંટો જ્યાં વંદા સૌથી વધુ આવતા-જતા હોય. 

ઉંદર ભગાવવા માટેના ઉપાય
ઉંદર અનેક ગંભીર રોગોનું કારણ બની શકે છે. સાથે જ ઘરમાં કે ખેતરમાં સાપને દાવત આપી શકે છે. આવામાં પિપરમિન્ટ કે ફુદીનાના કેટલાક પાનના તમે ઘરમાં રાખીને ઉંદરને આવવાથી રોકી શકો છો.

ગરોળી ભગાવવાના ઉપાય
મોર પંખને ગરોળી ભગાવવા માટે બહુ જ કારગત માનવામા આવે છે. જૂના જમાનામાં લોકો મોર પંખને પોતાના ઘરની દિવાલ પર લટકાવતા હતા. આ ઉપરાંત તમે નેપ્થલીન બોલ્સની મદદથી ગરોળી ભગાવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news