ડેન્ગ્યૂ-મલેરિયા ફેલાવતા મચ્છરથી બચવું હોય તો આ રીતે ઘરે બનાવો લિક્વીડ, ઓછા ખર્ચે મચ્છરથી મળશે છુટકારો

Get Rid Of Mosquitoes: ચોમાસા દરમિયાન મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. ઘણા લોકોના ઘરમાં તો દિવસે પણ મચ્છર લોહી પીવા માટે તૈયાર જ બેઠા હોય છે. ઘરમાં તો મચ્છરથી બચવા માટે મશીન ચાલુ રાખી શકાય છે પરંતુ જ્યારે બહાર જવાનું થાય ત્યારે લોહી તરસ્યા મચ્છર હુમલો કરી દે છે. આવી સ્થિતિમાં ઘરેથી નીકળતી વખતે આ કામ કરી લેવાથી મચ્છર તમારાથી દુર ભાગશે.

ડેન્ગ્યૂ-મલેરિયા ફેલાવતા મચ્છરથી બચવું હોય તો આ રીતે ઘરે બનાવો લિક્વીડ, ઓછા ખર્ચે મચ્છરથી મળશે છુટકારો

Get Rid Of Mosquitoes: ચોમાસાની શરુઆત સાથે જ મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. વરસાદી વાતાવરણમાં ગંદા પાણીમાં ડેન્ગ્યુ અને મલેરિયા ફેલાવતા મચ્છરનો પ્રકોપ વધે છે. ચોમાસમાં મચ્છરજન્ય રોગોનું પ્રમાણ દર વર્ષે વધવા લાગે છે. સાંજ પડે એટલે  ઘરમાં પણ મચ્છર ઘુસવા લાગે છે. આવી સ્થિતિમાં ઘરમાંથી મચ્છરને ભગાડવા માટેના કેટલાક અસરકાર ઉપાય આજે તમને જણાવીએ. ઘરમાંથી મચ્છરને દુર કરવા માટે ઘરના રસોડામાં ઉપલબ્ધ વસ્તુઓ જ ખૂબ કામ આવે છે. તેથી તમારે વધારે ખર્ચ પણ કરવો પડશે નહીં. આ સરળ ટીપ્સ ફોલો કરવાથી મચ્છર તમારા ઘરથી દુર રહેશે. 
 
લીમડાનું તેલ

આ પણ વાંચો:

લીમડો સ્વાસ્થ્ય અને સુંદરતા બંને વધારે છે તેની સાથે જ ઘરમાંથી મચ્છરને પણ ભગાડી શકે છે. નાળિયેરનું તેલ સાથે લીમડાનું તેલ મિક્સ કરીને તેનો ઉપયોગ ઘરમાં કરવાથી ઘરમાંથી મચ્છર ભાગી જાય છે. કારણ કે લીમડાની જે સુગંધ હોય છે તે મચ્છરને દૂર રાખે છે. તેના માટે નાળિયેરનું તેલ અને લીમડાનું તેલ સમાન માત્રામાં લઈ તેને મિક્સ કરી લેવું. આ તેલને શરીર પર લગાડી લેવું તેનાથી મચ્છર તમારી આસપાસ પણ નહીં ફરકે. 

નીલગીરી

નીલગીરીનું તેલ પણ મચ્છરથી તમને સુરક્ષિત રાખશે. નીલગીરીના તેલમાં થોડો લીંબુનો રસ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો. આ બંને વસ્તુઓ પણ ત્વચા માટે ગુણકારી હોવાથી તેની કોઈ આડસર પણ નહીં થાય. જ્યારે પણ તમે બહાર જાવ ત્યારે લીંબુનો રસ અને નીલગીરીનું તેલ મિક્સ કરીને હાથ-પગ તેમજ શરીરના ખુલ્લા રહેતા અંગ પર લગાવી લો. ત્યારબાદ મચ્છર તમને નહીં કરડે.  

કપૂર

મચ્છરથી સુરક્ષિત રહેવું હોય તો કપૂરનો ઉપાય પણ કામ લાગે છે. તેના માટે રૂમમાં બધા જ દરવાજા અને બારી બંધ કરીને કપૂર સળગાવવું. 15 મિનિટ રૂમને બંધ રહેવા દો અને પછી દરવાજો ખોલી દેવાથી મચ્છર ઘરમાંથી ભાગી જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news