Recipe : 15 મિનિટમાં બનાવો લીંબુનું ઇન્સ્ટન્ટ અથાણું, મહેમાનોની દાઢે વળગી જશે સ્વાદ

Instant Pickle Recipe : અચાનક ઘરે જમવામાં મહેમાનો આવી જાય તો તેમને શું નવું જમાડવું તેવો પ્રશ્ન મનમાં થાય છે. વાનગીઓ તો સરળતાથી નક્કી થઈ જાય છે પરંતુ વાત જ્યારે ભોજન સાથે સાઈડમાં પીરસાતી વસ્તુઓની આવે તો ચિંતા વધી જાય છે. ભોજન સાથે સલાડ, અથાણું, સંભારો, ચટણી વગેરે પીરસવામાં આવે છે. આજે તમને ભોજનની સાથે પીરસી શકાય અને 15 જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવું ચટાકેદાર અથાણું બનાવવાની રીત જણાવીએ.

Recipe : 15 મિનિટમાં બનાવો લીંબુનું ઇન્સ્ટન્ટ અથાણું, મહેમાનોની દાઢે વળગી જશે સ્વાદ

Instant Pickle Recipe : ઘણી વખત અચાનક ઘરે જમવામાં મહેમાનો આવી જાય તો તેમને શું નવું જમાડવું તેવો પ્રશ્ન મનમાં થાય છે. વાનગીઓ તો સરળતાથી નક્કી થઈ જાય છે પરંતુ વાત જ્યારે ભોજન સાથે સાઈડમાં પીરસાતી વસ્તુઓની આવે તો ચિંતા વધી જાય છે. ભોજન સાથે સલાડ, અથાણું, સંભારો, ચટણી વગેરે પીરસવામાં આવે છે. આજે તમને ભોજનની સાથે પીરસી શકાય અને 15 જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવું ચટાકેદાર લીંબુનું અથાણું બનાવવાની રીત જણાવીએ. આ અથાણું બનાવવા માટે તમારે જરૂર ફક્ત લીંબુની છાલની પડશે અને કેટલાક રુટીન મસાલા. તો ચાલો ફટાફટ જણાવીએ ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત.

ઇન્સ્ટન્ટ અથાણા માટેની સામગ્રી
 
આ પણ વાંચો:

4 લીંબુની છાલ
અડધી ચમચી સંચળ
ગોળ - 1 ચમચી
મીઠું સ્વાદ અનુસાર
લાલ મરચું પાવડર - એક ચમચી
કાળા મરી પાવડર - અડધી ચમચી
ધાણા પાવડર - એક ચમચી
તેલ - 4થી 5 ચમચી

ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત

સૌથી પહેલા રસોઈમાં જે લીંબુનો ઉપયોગ થયો હોય તેની છાલને રસ કાઢી લીધા પછી પાણીમાં પલાળી દેવી. લીંબુની છાલને 5 મિનિટ પાણીમાં પલાળી રાખો અને પછી તેને પાણીમાંથી કાઢી અને તેને સમારી લો. હવે અન્ય એક બાઉલમાં લીંબુની છાલના ટુકડા લઈ તેમાં ઉપર જણાવ્યાનુસાર બધા મસાલા જરૂર અનુસાર ઉમેરી બરાબર મિક્સ કરવા. 

 

મસાલા લીંબુની છાલમાં સારી રીતે ભળી જાય પછી ઉપરથી તેલ ઉમેરો અને બરાબર મિક્સ કરો. હવે મસાલાવાળી લીંબુની છાલને ઓવનમાં 15 મિનિટ માટે ન્યૂનતમ તાપમાન પર ગરમ કરવા મુકો. 15 મિનિટ અથાણાને ઠંડુ કરી ઉપયોગમાં લેવું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news