Health Tips: ભોજન બનાવતી વખતે તમે પણ કરશો આ પાંચ ભૂલ તો ભોજન બની જાશે ઝેર

Health Tips: આજના સમયમાં ભોજન બનાવવા માટે અલગ અલગ પ્રકારની રીતનો ઉપયોગ થાય છે. પરંતુ તેમાંથી કેટલીક રીત એવી છે જેના કારણે ખાદ્ય સામગ્રીના પોષક તત્વોનો નાશ થઈ જાય છે. આજે તમને ભોજન બનાવવાની એવી રીતે વિશે જણાવીએ જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 

Health Tips: ભોજન બનાવતી વખતે તમે પણ કરશો આ પાંચ ભૂલ તો ભોજન બની જાશે ઝેર

Health Tips: સ્વસ્થ રહેવું હોય તો ખૂબ જ જરૂરી છે કે તમે હેલ્ધી આહાર લેતા હોય. જો તમે ભોજન બનાવતી વખતે અને ભોજન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન નથી રાખતા તો ગંભીર બીમારીનો શિકાર સરળતાથી થઈ જાવ છો. આયુર્વેદમાં તો કહેવાયું છે કે કોઈપણ રોગની શરૂઆત પેટથી થાય છે. તમે જે ખોરાક પેટમાં ઉમેરો છો તે ખોટી રીતે બનાવેલો હોય તો પણ તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. 

આજના સમયમાં ભોજન બનાવવા માટે અલગ અલગ પ્રકારની રીતનો ઉપયોગ થાય છે. પરંતુ તેમાંથી કેટલીક રીત એવી છે જેના કારણે ખાદ્ય સામગ્રીના પોષક તત્વોનો નાશ થઈ જાય છે. આજે તમને ભોજન બનાવવાની એવી રીતે વિશે જણાવીએ જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કારણ કે આ રીતે ભોજન બનાવવાથી ભોજન ના પૌષ્ટિક તત્વોનો નાશ થઈ જાય છે.

આ પણ વાંચો:

ડીપ ફ્રાય

સ્વાદ માટે કેટલીક વાનગીઓને ડીપ ફ્રાય કરવામાં આવે છે પરંતુ ડીપ ફ્રાયની પ્રોસેસમાં ખોરાકના પૌષ્ટિક તત્વોનો નાશ થઈ જાય છે સાથે જ આવી વસ્તુ હેલ્ધી પણ નથી રહેતી તેનું સેવન કરવાથી હાર્ટ લીવર અને કિડની પર અસર થાય છે.

પેન ફ્રાય

ડિફ્રાયની જેમ પેન ફ્રાય કરેલી વસ્તુઓ પણ સ્વાસ્થ્ય માટે ખરાબ હોય છે કારણ કે તેમાં પણ પોષક તત્વો નીકળી જાય છે અને ભોજન પૌષ્ટિક રહેતું નથી. તેમાં કેટલાક પેન એવા હોય છે હાનિકારક રસાયણ ભોજનમાં વધારે છે.

ગ્રીલીંગ

આજના સમયમાં ગ્રીલીંગ નો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. બાર્બેક્યુમાં લોકો ભોજન ની કેટલીક વસ્તુઓ પકાવે છે. પરંતુ આ રીતે ગ્રીલ કરેલી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 

માઇક્રોવેવિંગ

ઘણા અધ્યાયનોમાં સાબિત થયું છે કે માઇક્રોવેવ નો ઉપયોગ કરતી વખતે તેમાંથી રેડીએશન નીકળે છે જે ખોરાક માં કેન્સર કારક રસાયણ છોડે છે. તેથી ભોજનને માઇક્રોવેવ કરવું પણ ખોટી રીત છે.

સ્મોકિંગ

ભોજનને સ્મોક કરવું પણ ઘાતક સાબિત થઈ શકે છે. સ્મોકિંગ વડે ખોરાક બનાવવો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે કારણ કે સ્મોકિંગની પ્રક્રિયા દરમિયાન હાનિકારક રસાયણ અને ગેસ ભોજનમાં ભળી જાય છે જે શરીર માટે નુકસાનકારક છે.

(Disclamer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news