અમદાવાદીઓને મળશે વધુ એક નવું નજરાણું: અટલ બ્રિજ બાદ 100 વર્ષ જુનો આ બ્રિજ બનશે ટુરિસ્ટ સ્પોટ
અમદાવાદ: અટલ બ્રિજ બાદ શહેરના નાગરિકોને વધુ એક નવું નજરાણું મળશે. સાબરમતી પર બનાવવામાં આવેલા અટલબ્રીજ પર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. હવે તેની નજીક જ વધુ એક નજરાણું અમદાવાદના લોકોને મળવા જઈ રહ્યું છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: અટલ બ્રિજની જેમ અમદાવાદીઓને હવે એક વધારાનું અને નવું ટુરિસ્ટ સ્પોટ મળી રહેશે. જી હા વર્ષ 1892માં બનેલા અમદાવાદના એલિસબ્રિજને મજૂબત બનાવવાની સાથે ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવામાં આવશે. હેરિટેજ થીમ પર બ્રિજને વૉક વે તરીકે ડેવલોપ કરાશે. ઉલ્લેખનીય છે કે એલિસબ્રિજ 131 વર્ષ પહેલા બન્યો હતો. જર્જરિત થવાને લીધે 2008માં વ્હીકલ માટે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે 2015માં રાહદારીઓ માટે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો.
અમદાવાદની ઓળખ સમા એલિસબ્રિજના રંગરૂપ AMC બદલવા જઈ રહ્યું છે. વર્ષ 1892માં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા લકકડીયા પુલ એટલે કે એલિસબ્રિજને છેલ્લા 8 વર્ષથી રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે અને વર્ષ 2008થી વાહનચાલકો માટે પણ બંધ કરવામાં આવ્યો છે. લકકડીયા પુલ જે અમદાવાદના ગુજરાત કોલેજથી લાલ દરવાજાને જોડતો બ્રિજ છે. ત્યાં હવે બ્રિજના વચ્ચેના ભાગને રિડિઝાઇન કરવામાં આવનાર છે. નવા બ્રિજ માટે ટેન્ડરની પ્રક્રિયા મનપાએ શરૂ કરી દીધી છે. નવા ડેવલોપમેન્ટમાં જુના બ્રિજને યથાવત રાખે તેને મજબૂત કરવામાં આવશે. હેરિટેજ શહેરની ઓળખ અને માહિતી આપતાં થીમ પર બ્રિજ ડિઝાઇન કરવામાં આવશે.
મહત્વનું છે કે, અગાઉ 2008માં બ્રિજ જર્જરિત થવાને કારણે રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો. સાબરમતી પર બનાવવામાં આવેલા અટલબ્રીજ પર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. હવે તેની નજીક જ વધુ એક નજરાણું અમદાવાદના લોકોને મળવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, 100 વર્ષથી વધુ જુના એલિસબ્રિજને ટુરિસ્ટ પોઇન્ટ તરીકે વિકસાવવાનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે.
બ્રિજની કેટલીક વિશેષતા
- બ્રિજ ઉપર કુલ 14 સ્પાન આવેલા છે
- એક સ્પાનની લંબાઈ 30.96 મીટર -1.52 મીટર પિલરનો વ્યાસ
- 100 વર્ષ વરસાદ સહ્યા બાદ પણ બ્રિજ ઉપર કાટ આજદિન સુધી નથી લાગ્યો
- ACI એટલે કે કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગની પરવાનગીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે