ગુજરાતમાં સુહાગરાતે જ પતિની ખૂલી ગઈ પોલ : નવવધૂ સાસરેથી સીધી પહોંચી પોલીસ સ્ટેશન
લગ્નનો દરેકને અભરખો હોય છે અને લગ્ન માટે લોકો જાતજાતની તૈયારીઓ કરતા હોય છે. એમાંય એક યુવકની સરખામણીએ યુવતીને અને તેના પરિવારજનોને લગ્નને લઈને અનેરી ઉમંગ હોય છે. પણ અહીં જે કિસ્સો સામે આવ્યો એમાં સુહાગરાત પર જ ફૂટ્યો ભાંડો અને સામે આવ્યો મસમોટો કાંડ...
Trending Photos
Suhagraat: બાંદામાં એક નવવધૂએ તેના પતિ અને સાસરિયાઓ સામે છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. મહિલાએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું કે લગ્નના દિવસે રાત્રે તેને તેના પતિ વિશે એવું સત્ય જાણવા મળ્યું કે તે સાંભળીને તે ચોંકી ગઈ. આ પછી બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. વિવાદ એટલો વધી ગયો કે પતિએ તેને ઘરની બહાર કાઢી મુકી.
ઉત્તર પ્રદેશના બાંદામાં એક પરિણીત મહિલા રડતી રડતી પોલીસ સ્ટેશન પહોંચી. ત્યાં તેણે પોતાની અગ્નિપરીક્ષાનું વર્ણન કરવાનું શરૂ કર્યું, જે સાંભળીને પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. મામલો એવો હતો કે, તેના પતિ અને સાસરિયાઓએ તેની સાથે છેતરપિંડી કરી છે. વાસ્તવમાં તેને ટોર્ચર પણ કરવામાં આવે છે.
મહિલાએ જણાવ્યું હતું કે, તે બાંદાની રહેવાસી છે. તેના લગ્ન 26 જૂન 2023ના રોજ હરદોઈમાં થયા હતા. પહેલા સંબંધ દરમિયાન સાસરિયાઓએ દહેજની કોઈ માંગણી કરી ન હતી. પરંતુ જે દિવસે લગ્નની જાન લઈને આવ્યા એ દિવસે દહેજમાં કારની માંગણી કરવા લાગ્યા. પીડિતાએ જણાવ્યું કે અમારી આર્થિક સ્થિતિ એટલી ખાસ નથી કે અમે તેની કારની માંગ પૂરી કરી શકીએ. અમે તેમને વિનંતીઓ કરી હતી. સંબંધીઓએ પણ તેમને સમજાવ્યા, ત્યારબાદ કોઈક રીતે તેઓ મને લગ્ન કરીને લઈ ગયા હતા.
પીડિતાએ કહ્યું કે, "પરંતુ હું મારા સાસરે પહોંચતા જ મારા સાસરિયાંઓએ મને દહેજ માટે ટોણા મારવાનું શરૂ કર્યું. અહીંથી તેઓ ફરીથી સીધા ગુજરાત જતા રહ્યાં હતા. કારણ કે મારા પતિ ગુજરાતમાં નોકરી કરે છે. ગુજરાતમાં આવ્યા પછી અમારા લગ્નના દિવસે રાત્રે મને ખબર પડી કે મારા પતિને અન્ય સ્ત્રી સાથે ગેરકાયદેસર સંબંધ છે. તે મહિલાને એક બાળક પણ છે. જ્યારે મેં મારા પતિને આ અંગે પૂછપરછ કરી તો તેમણે મારા ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યા અને મને મારવાનું શરૂ કર્યું.
નવ વધૂએ કહ્યું, “આ મુદ્દે અમે દરરોજ ઝઘડા કરતા હતા. હું સહન કરતી રહી કે મારા પતિ એક દિવસ સુધરી જશે. પણ એ દિવસ ક્યારેય આવ્યો નહિ. પછી એક દિવસ આ મુદ્દે વિવાદ એટલો વધી ગયો કે મારા પતિએ મને ઘરની બહાર કાઢી મૂકી અને કોઈક રીતે હું બાંદા પહોંચી. બાંદા પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કેસમાં તપાસ ચાલુ છે.
---------------------
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે