Money Making Tips: માલામાલ કરી દેશે આ 5 મ્યુચ્યુઅલ ફંડ, 5 વર્ષમાં એટલું આપશે વળતર કે બની જશો લખપતિ
Top Small Cap Funds- બેંક એફડી અને નાની બચત યોજનાઓ ભારતીય રિટેલ રોકાણકારોના મનપસંદ રોકાણ ટૂલ્સ રહ્યાં છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી રિટેલ રોકાણકારોનો મ્યુચ્યુઅલ ફંડ તરફ ઝોક પણ વધ્યો છે. પરંપરાગત રોકાણના માધ્યમોની તુલનામાં વધુ સારા વળતરને કારણે હવે વધુ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે. રિટેલ રોકાણકારો સ્મોલ કેપ ફંડ્સમાં વધુ નાણાંનું રોકાણ કરી રહ્યા છે. ઓગસ્ટ 2023માં સતત 5મા મહિને સ્મોલ કેપ ફંડ્સમાં રેકોર્ડ ઇનફ્લો જોવા મળ્યો હતો. આ શ્રેણીમાં રૂ. 4265 કરોડનો પ્રવાહ હતો.
Trending Photos
આજે અમે તમને એવા પાંચ સ્મોલ કેપ ફંડ્સ વિશે જણાવીશું જેણે છેલ્લા પાંચ વર્ષમાં 31-42 ટકા SIP રિટર્ન આપ્યું છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) ના 18 સપ્ટેમ્બર, 2023 સુધીના ડેટા અનુસાર, આમાંથી કોઈપણ ફંડમાં દર મહિને રૂ. 10,000 રોકાણ કરનાર રોકાણકાર પાંચ વર્ષમાં રૂ. 16.80 લાખ સુધીનું ભંડોળ બનાવી શકે છે.
છેલ્લા 5 વર્ષમાં ક્વોન્ટ સ્મોલ કેપ ફંડનું સરેરાશ SIP વળતર વાર્ષિક 42.69 ટકા રહ્યું છે. આ સ્કીમમાં દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરનારા રોકાણકારના રોકાણનું મૂલ્ય 5 વર્ષમાં વધીને 16.82 લાખ રૂપિયા થઈ ગયું છે. આ સ્કીમમાં દર મહિને 1000 રૂપિયાથી SIP શરૂ કરી શકાય છે.
Nippon India Small Cap Fund
નિપ્પોન ઈન્ડિયા સ્મોલ કેપ ફંડે (Nippon India Small Cap Fund) પણ છેલ્લા પાંચ વર્ષમાં ઉત્તમ વળતર આપ્યું છે. છેલ્લા 5 વર્ષમાં આ યોજનાના ડાયરેક્ટ પ્લાનનું સરેરાશ SIP વળતર વાર્ષિક 35.8 ટકા રહ્યું છે. આ સ્કીમમાં ન્યૂનતમ રોકાણ 5000 રૂપિયા છે. જો તમે SIP દ્વારા રોકાણ કરવા માંગો છો તો તમારે દર મહિને ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
HSBC Small Cap Fund
ઉત્તમ વળતર આપતા સ્મોલ કેપ ફંડ્સમાં HSBC સ્મોલ કેપ ફંડનું નામ પણ સામેલ છે. 5 વર્ષમાં આ ફંડનું સરેરાશ SIP વળતર વાર્ષિક 31.82 ટકા રહ્યું છે. પાંચ વર્ષ સુધી દર મહિને રૂ. 10,000ની SIP કરતા રોકાણકારને હવે રૂ. 13.08 લાખ મળે છે.
HDFC Small Cap Fund
HDFC સ્મોલ કેપ ફંડનું (HDFC Small Cap Fund) 5 વર્ષમાં સરેરાશ SIP વળતર વાર્ષિક 31.16 ટકા રહ્યું છે. આ સ્કીમમાં SIP માત્ર 100 રૂપિયાથી શરૂ કરી શકાય છે.
Union Small Cap Fund
યુનિયન સ્મોલ કેપ ફંડે (Union Small Cap Fund) પણ પાંચ વર્ષમાં રોકાણકારોને મોટો નફો આપ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી આ યોજનાનું સરેરાશ SIP વળતર વાર્ષિક 30.41 ટકા રહ્યું છે. આ ફંડમાં દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરનાર રોકાણકાર પાસે હવે 12.65 લાખ રૂપિયાનું ફંડ છે.
(Disclaimer: અહીં ઉલ્લેખિત મ્યુચ્યુઅલ ફંડ્સ નાણાકીય સલાહકારની સલાહ પર આધારિત છે. જો તમે આમાંના કોઈપણમાં નાણાંનું રોકાણ કરવા માંગતા હો, તો પ્રથમ પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો. Zee24 kalak તમને થતા કોઈપણ નફા અથવા નુકસાન માટે જવાબદાર નથી. )
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે