ગરમીના દિવસોમાં પણ 30 દિવસ સુધી ફ્રેશ રહેશે કોથમીર જો આ રીતે કરશો સ્ટોર

Kitchen Hacks: કોથમીરનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. તેનાથી રસોઈ ની સુગંધ અને સ્વાદ વધી જાય છે. ભારત સહિત દુનિયાભરના દેશોમાં તેનો ઉપયોગ રસોઈથી લઈને ઘરેલુ ઉપચારમાં કરવામાં આવે છે. કોથમીરની દરેક વસ્તુ ફાયદાકારક હોય છે. 

ગરમીના દિવસોમાં પણ 30 દિવસ સુધી ફ્રેશ રહેશે કોથમીર જો આ રીતે કરશો સ્ટોર

Kitchen Hacks: દરેક ઘરના રસોડામાં રસોઈ બની જાય પછી તેના ઉપર કોથમીર નાખવામાં આવે છે જેથી તેમની સુંદરતા અને સ્વાદ બંને વધી જાય. પરંતુ કોથમીરની અછત ઉનાળાના દિવસોમાં જોવા મળે છે. ગરમીના દિવસોમાં કોથમીર ઝડપથી સુકાઈ જાય છે. તેને ફ્રિજમાં પણ તમે લાંબા સમય સુધી રાખી શકતા નથી કોથમીરના પાન તુરંત જ કાળા થવા લાગે છે. તેવામાં તમે એક કે બે વાર ઉપયોગ કરો પછી તેને ફેંકી દેવા પડે છે. પરંતુ જો તમે કોથમીરને આ રીતે સ્ટોર કરશો તો તમે 30 દિવસ સુધી તેને ફ્રેશ રાખી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે ગરમીના દિવસોમાં કોથમીરને 30 દિવસ સુધી ફ્રેશ રાખવા માટે તેને સ્ટોર કેવી રીતે કરવા.

આ પણ વાંચો:

આ રીતે સ્ટોર કરો કોથમીર

- તાજી કોથમીર લઈ આવો એટલે સૌથી પહેલા તેમાંથી નીચેના મૂળ અને ખરાબ પાન અલગ કરી દો.

- ત્યાર પછી એક કન્ટેનરમાં પાણી ભરો અને તેમાં એક ચમચી હળદર પાઉડર ઉમેરો.

- હવે કોથમીરના પાનને 30 મિનિટ માટે આ પાણીમાં પલાળી દો.

- 30 મિનિટ પછી બધા જ પાનને પાણીમાંથી કાઢી બરાબર કોરા કરી લેવા.

- હવે બીજા એક કન્ટેનરમાં પેપર નેપકીન રાખો અને તેમાં બધા જ પાન રાખી દેવા. તેની ઉપર પણ બીજું પેપર નેપકીન ઢાંકી દેવું.

- ત્યાર પછી કન્ટેનરને બરાબર રીતે બંધ કરી ફ્રિજમાં રાખી દેવું. આ રીતે તમે સ્ટોર કરશો તો કોથમીર 30 દિવસ સુધી આરામથી ઉપયોગમાં લઈ શકાશે. 

કોથમીરને સ્ટોર કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેને કોરા બરાબર કરી લેવા. જો કોથમીરના કોઈપણ પાન ભીના હશે તો તે ઝડપથી ખરાબ થવા લાગશે. તેથી પાણીમાં પલાળ્યા પછી કોથમીરને ટીસુ પેપર પર રાખી દેવી જેથી બધું જ પાણી સુકાઈ જાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news