Gold Rate: હાશ શાંતિ થઈ! સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, ચાંદી પણ તૂટી, જાણો 10 ગ્રામ સોનાનો શું છે ભાવ

આ અઠવાડિયે સોનું સતત ઉછાળા મારતું જોવા મળ્યું છે. જ્યારે ચાંદી પણ ઝગારા મારતી જોવા મળી. કમૂરતા ચાલી રહ્યા છે અને છતાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો. જો કે શુક્રવારે જ્યારે રિટેલ માર્કેટમાં ક્લોઝિંગ રેટ સામે આવ્યા તો થોડી શાંતિ થાય તેવું જોવા મળ્યું. કારણ કે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. જાણો શું રહ્યાં ભાવ. 

IBJA રેટ્સ

1/3
image

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ગઈ કાલે સાંજે 199 રૂપિયા ગગડીને 76436 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જે સવારે ખુલ્યો ત્યારે 76635 રૂપિયા ભાવ હતો. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો. ચાંદી કાલે સાંજે 603 રૂપિયા તૂટીને 87831 રૂપિયા પર ક્લોઝ થઈ હતી જે સવારે વધારા સાથે 88434 રૂપિયાના સ્તરે ખુલી હતી. આમ શુક્રવારે સોનું અને ચાંદી બંને ઘટાડા સાથે બંધ થયેલા જોવા મળ્યા જે જોતા નવા અઠવાડિયામાં સોનાના ભાવમાં કદાચ હવે ઘટાડાના પણ સંકેત જોવા મળી શકે. 

રિટેલ ભાવ પર ફેરવો નજર

2/3
image

સોના અને ચાંદીના 22 કેરેટ, 24 કેરેટ, સહિતના અલગ અલગ ભાવ પણ ચેક કરી લો. 

ખાસ નોંધ

3/3
image

અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)