ભૂલથી પણ ગૂગલબાબાને ના પૂછતા આ વસ્તુઓ, ગૂગલ પર આ વસ્તુઓ સર્ચ કરશો તો જવું પડશે જેલ

સોશિયલ મીડિયા કે ગૂગલ પર પ્રાઈવેટ ફોટો કે વીડિયો લીક કરવા પણ ગંભીર ગુનો છે. આ ભૂલ કોઈને પણ જેલ પહોંચાડી શકે છે. ઉપરાંત ગૂગલ પર આ પ્રકારનું સર્ચ લોકો ટાઈપ પાસ કરવા કે જિજ્ઞસા સંતોષવા પણ કરતા હોય છે. જો કે હાઉ ટુ મેક બોમ્બ જેવા શબ્દોને સર્ચ કરવાથી તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. આ પ્રકારની ગતિવિધિઓ પર સાયબર સેલની નજર હોય છે. સુરક્ષા એજન્સીઓ કાર્યવાહી કરી શકે છે. વ્યક્તિએ જેલ જવાની નોબત પણ આવી શકે છે.

ભૂલથી પણ ગૂગલબાબાને ના પૂછતા આ વસ્તુઓ, ગૂગલ પર આ વસ્તુઓ સર્ચ કરશો તો જવું પડશે જેલ

Google Tips And Tricks:  ગૂગલ એટલે સર્ચ એન્જિનનો પર્યાય. કંઈ પણ સર્ચ કરવું હોય તો બસ ગૂગલ કરી દો. જો કે કેટલીક બાબતો ગૂગલ પર સર્ચ કરવી તમને ભારે પડી શકે છે. ત્યાં સુધી કે આ સર્ચ તમને જેલ પણ પહોંચાડી શકે છે. જેને જોતાં ગૂગલ સર્ચ સમજી વિચારીને કરવું જોઈએ. નીચે કેટલીક બાબતો રજૂ કરવામાં આવી છે. જેને ભૂલથી પણ ગૂગલ સર્ચ ન કરશો.

બોમ્બ બનાવવાની રીત-
આ પ્રકારનું સર્ચ લોકો ટાઈપ પાસ કરવા કે જિજ્ઞસા સંતોષવા પણ કરતા હોય છે. જો કે હાઉ ટુ મેક બોમ્બ જેવા શબ્દોને સર્ચ કરવાથી તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. આ પ્રકારની ગતિવિધિઓ પર સાયબર સેલની નજર હોય છે. સુરક્ષા એજન્સીઓ કાર્યવાહી કરી શકે છે. વ્યક્તિએ જેલ જવાની નોબત પણ આવી શકે છે.

Private Photo & Video Leak-
સોશિયલ મીડિયા કે ગૂગલ પર પ્રાઈવેટ ફોટો કે વીડિયો લીક કરવા પણ ગંભીર ગુનો છે. આ ભૂલ કોઈને પણ જેલ પહોંચાડી શકે છે.

ગર્ભપાત કેવી રીતે કરવું?
ગર્ભપાતની રીતો અંગે સર્ચ કરવું પણ અપરાધની શ્રેણીમાં આવે છે. આમ કરવાનું ટાળવું જોઈએ. ભારતીય કાયદા પ્રમાણે તબીબની સલાહ વિના ગર્ભપાત કરવો ગુનો બને છે.

Child Porn-
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંગે ભારતનાં કાયદા સખ્ત છે. ગૂગલ પર ચાઈલ્ડ પોર્ન સર્ચ કરવું, જોવું કે પછી શેર કરવું ગુનો છે. આમ કરવાથી તમને જેલ પણ થઈ શકે છે.

ફિલ્મ પાયરસી-
ફિલ્મ રિલીઝ થયા પહેલાં ઓનલાઈન લીક કરવું અપરાધનાં વર્ગમાં આવે છે. ફિલ્મને ઓનલાઈન લીક કે ડાઉનલોડ કરવું ગુનો બને છે. જેની સજા તરીકે 3 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે.
 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news