Cinnamon For Skin: ચોમાસામાં સ્કિનને હેલ્ધી રાખવા સ્કિન કેર રુટીનમાં સામેલ કરો તજના આ 2 ફેસપેક
Cinnamon Benefits For Skin: શું તમે જાણો છો કે ચોમાસા દરમિયાન સ્કીન કેરમાં જો તમે તજનો ઉપયોગ કરો છો તો સૌથી વધુ ફાયદો થાય છે ? સ્કીન કેરમાં તજનો ઉપયોગ કેવી રીતે કરવો અને તજનો ઉપયોગ કરવાથી કેવા ફાયદા થાય છે ચાલો તમને જણાવીએ.
Trending Photos
Cinnamon Benefits For Skin: તજનો ઉપયોગ અલગ અલગ પ્રકારના વ્યંજનમાં સ્વાદ અને સુગંધ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ચોમાસા દરમિયાન સ્કીન કેરમાં જો તમે તજનો ઉપયોગ કરો છો તો સૌથી વધુ ફાયદો થાય છે ? સ્કીન કેરમાં તજનો ઉપયોગ કેવી રીતે કરવો અને તજનો ઉપયોગ કરવાથી કેવા ફાયદા થાય છે ચાલો તમને જણાવીએ.
ચોમાસા દરમિયાન થતી સમસ્યાઓ
ચોમાસા દરમિયાન ખીલનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે ચોમાસામાં વાતાવરણના ભેજના કારણે પરસેવો વધારે થાય છે. જેના કારણે ત્વચા પર ખીલની સમસ્યા વધી શકે છે. તેનું કારણ છે કે પરસેવા અને ભેજના કારણે ખીલ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા વધી જાય છે. એટલું જ નહીં ચોમાસા દરમિયાન સીબમનું પ્રોડક્શન વધી જાય છે જેના કારણે ત્વચા ચીપચીપિ અને ઓઇલી દેખાવા લાગે છે.
તજથી સ્કિનને થતા ફાયદા
તજ એન્ટિબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. તેનાથી ખીલની સમસ્યા મટે છે. વધતી ઉંમરની સાથે ત્વચા પર જે કરચલીઓ અને ડાઘ દેખાવા લાગે છે તેનાથી પણ છુટકારો મળી શકે છે. જો સ્કીન ટોન ડાર્ક થઈ ગયો હોય તો તજની મદદથી તેને લાઇટ કરી શકાય છે. તજ ડેડ સ્કીનને દૂર કરે છે જેના કારણે ત્વચા પર ગ્લો આવે છે. તજની મદદથી ડેમેજ સ્કીન રીપેર પણ થાય છે.
તજના 2 અસરકારક ફેસપેક
1. તજનું ફેસપેક બનાવવા માટે પાકેલા કેળાની પેસ્ટ બનાવી તેમાં અડધી ચમચી તજનો પાઉડર મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર અપ્લાય કરો. દસ મિનિટ પછી નોર્મલ પાણીથી ચહેરો સાફ કરી લો. મહિનામાં બેથી ત્રણ વખત આ ફેસપેકનો ઉપયોગ કરશો એટલે ત્વચા પર ફરક દેખાવા લાગશે.
2. તમે દહીંની સાથે પણ તજનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક બાઉલમાં બે ચમચી દહીં એક ચમચી મધ અને એક ચમચી તજનો પાવડર બરાબર મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર અપ્લાય કરો અને દસ મિનિટ રાખો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. બેસ્ટ રીઝલ્ટ માટે 15 દિવસમાં એક વખત આ ફેસપેક લગાવી લેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે