Photos: શ્લોકા, રાધિકા વિશે તો ખુબ જાણ્યું...હવે અંબાણી પરિવારની આ રૂપકડી વહુ વિશે પણ જાણો, જે લાઈમલાઈટથી રહે છે દૂર
Trending Photos
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રંગેચંગે થઈ ગયા. 12 જુલાઈના રોજ અનંત અને રાધિકાએ સાત ફેરા લીધા અને રવિવારે રિસેપ્શન પણ યોજાઈ ગયું. આ લગ્નમાં અંબાણી પરિવારે પાણીની જેમ પૈસા વહાવ્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ અનંત અને રાધિકાના લગ્ન દુનિયાના અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્ન છે. આ બધામાં તમે અંબાણી પરિવારની અન્ય એક વહુ વિશે પણ ખાસ જાણો જે ખુબ જ પ્રાઈવેટ લાઈફ જીવે છે પરંતુ આમ છતાં શ્લોકા કે રાધિકાથી જરાય કમ નથી.
અમે અંબાણી પરિવારની જે વહુની વાત કરી રહ્યા છે તે છે અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર જય અનમોલના પત્ની ક્રિષા શાહ. જે કોઈ પણ રીતે કોઈ બોલીવુડ અભિનેત્રીથી જરાય કમ નથી. જય અને ક્રિષાએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. ટીના અંબાણીના પુત્રવધુ વિશે જાણવા જેવું છે.
શું કરે છે ક્રિષા
ક્રિષા શાહ સામાજિક કાર્યકર અને આંતરપ્રિન્યોર છે. તે મુંબઈમાં જ ઉછરી છે. અભ્યાસ પૂરો કર્યા બાદ ક્રિષા યુકેની કોઈ કંપની માટે કામ કરતી હતી. જો કે ત્યારબાદ ભારત પાછા ફરીને કામ કરવાનો નિર્ણય લીધો હતો. ક્રિષા શાહે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી અભ્યાસ કર્યો છે.
મહામારી વખતે ક્રિષાએ '#Lovenotfear' નામથી એક માનસિક સ્વાસ્થ્ય અભિયાનની પણ શરૂઆત કરી હતી. આ અભિયાન હેઠળ તેણે કોવિડથી પ્રભાવિત લોકોની મદદ કરી હતી.
ક્રિષાનો પરિવાર
ક્રિષા શાહના પિતાનું નામ નિકુંજ શાહ અને માતાનું નામ નીલમ શાહ છે. એક રિપોર્ટ મુજબ ક્રિશા શાહના પિતા નિકુંજ શાહ એ નિકુંજ એન્ટરપ્રાઈઝના ચેરમેન અને મેનેજિંગ ડાઈરેક્ટર તરીકે સેવા આપતા હતા. પરંતુ 2021માં તેમનું અવસાન થયું. આ ઉપરાંત તેમણે SVS એક્વા ટેક્નોલોજીના ડાઈરેક્ટ તરીકે પણ સેવા આપી હતી. તેમના નિધન બાદ પુત્રએ કંપની સંભાળી. તેની માતા ફેશન ડિઝાઈનર છે. ક્રિષા તેના ભાઈ મિશાલ સાથે મળીને પોતાની કંપની સંભાળે છે. જેનું નામ ડિસ્કો છે. બહેન નૃતિ શાહ બ્યુટી અને ફૂડ બ્લોગર છે.
લાઈમ લાઈટથી દૂર રહે છે
ક્રિષા શાહ સોશિયલ મીડિયા અને લાઈમ લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે ખુબ જ પર્સનલ લાઈફ જીવે છે અને તેના આખા પરિવાર સાથે એન્જોય કરવાનું પસંદ કરે છે.
લગ્ન
ક્રિષા શાહે 20 ફેબ્રુઆરી 2022ના રોજ મુંબઈમાં એક ભવ્ય સમારોહમાં બિઝનેસ ટાઈકૂન અનિલ અંબાણીના સૌથી મોટા પુત્ર જય અનમોલ અંબાણી સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલા કપલે ડિસેમ્બર 2021માં સગાઈ કરી હતી.
ટીના અંબાણી અને ક્રિષાની જોડી
ટીના અંબાણી અને ક્રિષા શાહનો સંબંધ ખુબ જ ખાસ છે. બર્થડે સેલિબ્રિશનથી લઈને રજાઓ એન્જોય કરવા સુધી...બંને સાસુ વહુ મોટાભાગે એકબીજાની સાથે જ જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે