Weight Loss Mistakes: વજન ઘટાડવાનો પ્રયત્ન કરતી વખતે આ ભુલ કરતાં નહીં, કરશો તો ઘટવાને બદલે ઝડપથી વધશે વજન
Weight Loss Mistakes:ઘણા લોકો પાસેથી તમે સાંભળ્યું હશે કે વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તેના બદલે વજન વધવા લાગ્યું. આવું એટલા માટે થાય છે કે લોકો પોતાની વેટ લોસ જર્ની માં કેટલીક ભૂલ કરતા હોય છે. વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે આ ભૂલ કરવામાં આવે તો વજન ઘટવાને બદલે ઝડપથી વધવા લાગે છે.
Trending Photos
Weight Loss Mistakes:વજન ઘટાડવું ખૂબ જ મુશ્કેલ કામ હોય છે. આ કામમાં ધ્યાન પણ રાખવું જરૂરી છે. જો વજન ઘટાડવાનો પ્રયત્ન કરો ત્યારે તમે કેટલીક ભૂલ કરો છો તો તેનાથી આડઅસર પણ થઈ શકે છે. ઘણા લોકો પાસેથી તમે સાંભળ્યું હશે કે વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તેના બદલે વજન વધવા લાગ્યું. આવું એટલા માટે થાય છે કે લોકો પોતાની વેટ લોસ જર્ની માં કેટલીક ભૂલ કરતા હોય છે. વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે આ ભૂલ કરવામાં આવે તો વજન ઘટવાને બદલે ઝડપથી વધવા લાગે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે જો તમે વજન ઘટાડતા હોય તો આ બાબતોનો ખાસ ધ્યાન રાખવું.
વજન ઘટાડતી વખતે ન કરો આ ભૂલ
અપૂરતી ઊંઘ
જો તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો પરંતુ પૂરતી ઊંઘ નથી કરતા તો તમારું શરીર ગ્રેલીન નામનું હોર્મોન વધારે બનાવશે. જેના કારણે તમને વારંવાર ભૂખ લાગશે. અને જો તમે ઓવરિટિંગ કરશો તો વજન વધવા લાગશે.
યોગ્ય રીતે ભોજન ન કરવું
ઘણા લોકો માને છે કે ઓછું ખાવાથી વજન ઘટવા લાગે છે પરંતુ આ એક ખોટી માન્યતા છે. વજન ઘટાડવા માટે ઓછી કેલેરીવાળા ફૂડ ખાવા જોઈએ. વજન ઘટાડવું હોય તો ભોજન ઘટાડી દેવું જરૂરી નથી. નોર્મલ ભોજન કરવું ખૂબ જ જરૂરી છે. તો તમે બેલેન્સ ડાયટ પર ધ્યાન નહીં આપો તો તેની આડઅસર શરીર પર થાશે.
નીરસ આહાર લેવો
વજન ઘટાડવા માટે તમે એકસરખું ભોજન લેવાનું શરૂ કરી દો છો અને થોડા સમયમાં તમે કંટાળી જાઓ છો તો થોડો સમય નોર્મલ ડાયેટ લેવાનું શરૂ કરો. જો તમે નીરસ થઈને કોઈ વસ્તુ ખાવાનું રાખશો તો તેનાથી પણ શરીર પર આડ અસર થશે.
ફૂડ ગ્રુપ મિક્સ કરો
હેલ્થી શરીર માટે દરેક ફૂડની જરૂરિયાત હોય છે. કોઈપણ ફૂડ ગ્રુપને સંપૂર્ણ રીતે છોડી દેવું નહીં. ઘણા લોકો વેઈટલૉસ કરવા માંગતા હોય તો પ્રોટીન અને કાર્બયુક્ત વસ્તુઓનો સેવન સદંતર બંધ કરી દે છે. આ ભૂલ ખૂબ જ નડે છે. વજન ઘટાડવું હોય તો પણ દિવસ દરમિયાન પૂર્તિ માત્રામાં પ્રોટીન અને કાર્બની જરૂર શરીરને પડે જ છે.
બેઠાડું જીવનશૈલી
કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું વજન વધવાનું કારણ બની શકે છે. વજન ઘટાડવા માટે તમે એક્સરસાઇઝ કરી લીધા પછી જો કલાકો સુધી એક જ પોઝમાં બેસી રહો છો તો તેનાથી કોઈ ફાયદો થશે નહીં. થોડી થોડી કલાકે શરીરનું હલનચલન કરવું જરૂરી છે તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે..
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે