કાશ્મીર મુદ્દે આ શક્તિશાળી મુસ્લિમ દેશે પાકિસ્તાનને આપ્યો એવડો મોટો ઝટકો...પાડોશી દેશના હોશ ઉડી ગયા

ક્રાઉન પ્રિન્સનું આ નિવેદન પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહબાજ શરીફની રિયાધ યાત્રા દરમિયાન એક જોઈન્ટ સ્ટેટમેન્ટમાં આવ્યું છે. પાકિસ્તાન અત્યાર સુધી કાશ્મીર મુદ્દા અંગે સંયુક્ત રાષ્ટ્ર હેઠળ જનમત સંગ્રહનો રાગ આલાપતું રહ્યું છે. પરંતુ ભારત શરૂઆતથી જ આ મુદ્દે દ્વિપક્ષીય વાતચીતનું સમર્થન કરે છે.

કાશ્મીર મુદ્દે આ શક્તિશાળી મુસ્લિમ દેશે પાકિસ્તાનને આપ્યો એવડો મોટો ઝટકો...પાડોશી દેશના હોશ ઉડી ગયા

સાઉદી અરબે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદે કાશ્મીરને ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો છે. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે આ મુદ્દાને ભારત અને પાકિસ્તાને વાતચીત દ્વારા ઉકેલવો પડશે. ક્રાઉન પ્રિન્સનું આ નિવેદન પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહબાજ શરીફની રિયાધ યાત્રા દરમિયાન એક જોઈન્ટ સ્ટેટમેન્ટમાં આવ્યું છે. પાકિસ્તાન અત્યાર સુધી કાશ્મીર મુદ્દા અંગે સંયુક્ત રાષ્ટ્ર હેઠળ જનમત સંગ્રહનો રાગ આલાપતું રહ્યું છે. પરંતુ ભારત શરૂઆતથી જ આ મુદ્દે દ્વિપક્ષીય વાતચીતનું સમર્થન કરે છે. જો કે આતંકવાદને લઈને ભારત અને પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાજકીય સંબંધો નીચલા સ્તરે છે. 

સાઉદી અરબે શું કહ્યું
સાઉદી અરબે સંયુક્ત નિવેદનમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે બંને દેશો વચ્ચે પેન્ડિંગ મુદ્દાઓ, ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર વિવાદને ઉકેલવા માટે પાકિસ્તાન અને ભારત વચ્ચે વાતચીત પર ભાર મૂક્યો. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને શાહબાજ શરીફની મુલાકાત બાદ સાઉદી અરબ અને પાકિસ્તાને જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું કે શાહબાજ શરીફ અને મોહમ્મદ બિન સલમાન અલ સાઉદે 7 એપ્રિલ 2024ના રોજ મક્કા અલ મુકર્રમાના અલ સફા પેલેસમાં એક અધિકૃત બેઠક કરી હતી.

ક્રાઉન  પ્રિન્સે પ્રધાનમંત્રી શાહબાજ શરીફને ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છા પાઠવી હતી અને તેમના કાર્યકાળ માટે હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરી. બદલામાં શાહબાજ શરીફે સાઉદી અરબના દૃઢ સમર્થન અને આતિથ્ય સત્કાર બદલ આભાર વ્યક્ત  કર્યો અને દ્વિપક્ષીય સંબંધો અને આર્થિક સહયોગને વધારવા માટે પાકિસ્તાનની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી. 

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનને ખુબ આશા હતી કે આ વખતે સાઉદી અરબ કાશ્મીર મુદ્દે તેમનું સમર્થન કરશે પરંતુ જોઈન્ટ સ્ટેટમેન્ટમાં સાઉદી અરબના પીએમએ ચોખ્ખું કહી દીધુ કે જમ્મુ કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય છે અને ભારત તથા પાકિસ્તાને વાતચીત કરી ઉકલવો જોઈએ. હવે અમજવા જેવી વાત એ છે કે ભારતનું સ્ટેન્ડ પણ આ મુદ્દે એકદમ ક્લિયર છે કે તે કાશ્મીર મુદ્દે કોઈ પણ સ્થિતિમાં મધ્યસ્થતા ઈચ્છતું નથી. કોઈ ત્રીજો દેશ  હસ્તક્ષેપ કરે તે ભારતે ક્યારેય ચલાવ્યું નથી. હવે સાઉદી અરબે પણ ભારતના સ્ટેન્ડનું માન રાખતા પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો આપ્યો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી શાહબાજ શરીફ  હાલ સાઉદી અરબના પ્રવાસે છે. 

આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને ઘેરવાની કોશિશ કરી હોય. પરંતુ દર વખતે તેણે ઘોર બેઈજ્જતી ઝેલવી પડે છે અને છતાં તે સુધરતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news