ઓછી હાઈટવાળા પુરુષોની સેક્સ લાઈફ પર અત્યંત ચોંકાવનારો ખુલાસો, ખાસ જાણો
relationship tips: ઓછી હાઈટવાળા પુરુષો સેક્સ્યુઅલી વધુ એક્ટિવ હોય છે અને સાથે સાથે પાર્ટનરને છૂટાછેડા આપવાની સંભાવના પણ તેમનામાં 32 ટકા ઓછી હોય છે.
Trending Photos
study on short men: મોટાભાગની મહિલાઓ લાંબા પુરુષોને પસંદ કરતી હોય છે પરંતુ ઓછી હાઈટવાળા પુરુષોની પણ પોતાની એક અલગ જ ખાસિયતો હોય છે. 'ધ જર્નલ ઓફ સેક્સ્યુઅલ મેડિસિન' ના એક નવા સ્ટડીમાં ઓછી હાઈટવાળા પુરુષો સંલગ્ન અનેક રસપ્રદ માહિતી બહાર આવી છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ઓછી હાઈટવાળા પુરુષો સેક્સ્યુઅલી વધુ એક્ટિવ હોય છે. ન્યૂયોર્ક યુનિવર્સિટીના રિસર્ચર્સે આ સ્ટડી 531 પુરુષો પર હાથ ધર્યો હતો.
શું કહે છે આ સ્ટડી
સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જે પુરુષોની લંબાઈ 175 સેન્ટીમીટરથી ઓછી હતી, એટલે કે જે લોકો 5'9'' હાઈટથી ઓછી હાઈટવાળા હતા તેમની સેક્સ ડ્રાઈવ વધુ સારી હતી. ઓછી હાઈટવાળા પુરુષો સેક્સ્યુઅલી વધુ એક્ટિવ હોય છે અને સાથે સાથે પાર્ટનરને છૂટાછેડા આપવાની સંભાવના પણ તેમનામાં 32 ટકા ઓછી હોય છે. રિસર્ચર્સનું કહેવું છે કે વધુ લંબાઈવાળા પુરુષોની સરખામણીમાં ઓછી હાઈટવાળા પુરુષો ઘરનું કામ પણ વધુ કરે છે અને પૈસા પણ વધુ કમાય છે. બધુ મળીને આ સ્ટડીના તારણો જોઈએ તો તે મુજબ પુરુષોની હાઈટ જેટલી ઓછી હશે તેટલું તેમના પાર્ટનર માટે સારું રહેશે.
આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં જઇ રહ્યા છો? અનમેરિડ કપલ્સ માટે જાણવો જરૂરી છે નિયમ
આ પણ વાંચો: ભાભીઓ અને આન્ટીઓ પાછળ કેમ લટ્ટુ હોય છે કુંવારા છોકરા? એક નહી અનેક છે કારણ
આ છે કારણ
રિસર્ચર્સ હજુ સંપૂર્ણ રીતે એ સમજી શક્યા નથી કે આખરે તેની પાછળનું કારણ શું છે પરંતુ તેમને એવું લાગે છે કે લાંબા પુરુષો પોતાના લૂકને લઈને વધુ આત્મવિશ્વાસુ હોય છે અને તેઓ ઘરના કામને પોતાના લાયક ગણતા નથી. જ્યારે ઓછી હાઈટવાળા પુરુષો પોતાને સાબિત કરવામાં લાગ્યા હોય છે અને આ જ કારણ હોઈ શકે કે તેઓ ઘર અને ઓફિસ બંને જગ્યાએ આકરી મહેનત કરે છે.
આ પણ વાંચો: કિસમાં છુપાયેલો હોય ખાસ ઇશારો, પાર્ટનર કાન પર કિસ કરે તો થઇ જજો એલર્ટ
આ પણ વાંચો: હોઠો સે છૂ લો તુમ: ફ્રેંચ કિસથી માંડીને આટલા પ્રકારની હોય છે કિસ, મેળવી લો માહિતી
આ પણ વાંચો: KISS કરવાના છે અનેક ફાયદા, અલગ-અલગ રીતે ટ્રાય કરો KISS
આ પણ વાંચો: આખું ગામ જાય એવી જગ્યાએ નહી, પણ આ રોમેન્ટિક સ્થળો પર માણો વેલેન્ટાઈનની મજા
એવું નથી કે ઓછી હાઈટવાળા પુરુષોને મહિલાઓ પસંદ કરતી નથી. અનેક એવા ફેમસ સેલિબ્રિટી કપલ્સ છે જ્યાં પુરુષો હાઈટમાં નાના અને મહિલાઓ લાંબી હોય છે. આ લોકો પુ'રુષોની સારી હાઈટ' વાળી માન્યતાને ફગાવે છે. સ્પષ્ટ રીતે ટોલ, ડાર્ક અને હેન્ડસમવાળી વાત હવે જૂની થઈ ચૂકી છે અને આ સ્ટડી બાદ ઓછી હાઈટવાળા પુરુષોની ડિમાન્ડ વધવાની સંભાવના પણ છે.
આ સ્ટડીને અનેક સેલિબ્રિટીઝનું સમર્થન મળ્યું છે. વાત જાણે એમ છે કે સ્પાઈડરમેન ફિલ્મના હીરો ટોમ હોલાન્ડે પણ એ પોસ્ટને લાઈક કરી છે જેમાં આ સ્ટડીને શેર કરવામાં આવ્યો છે. ત્યારબાદથી આ સ્ટડી ચારેબાજુ ચર્ચામાં છે.
આ પણ વાંચો: ડિઓડ્રેંન્ટથી કાર્ડિયક અરેસ્ટ અને કેન્સરનો ખતરો, દરરોજ છાંટતા હો તો સાવધાની રાખજો
આ પણ વાંચો: પરફ્યૂમ અને ડિયોડરેંટમાં શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: શરીરમાં પરસેવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો આ છે બેસ્ટ ટિપ્સ, મળશે મોટી રાહત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે