Mukesh Ambani ની કંપનીએ લોન્ચ કર્યું ઈથેનોલ મિક્સ પેટ્રોલ, હવે ઘટી જશે પેટ્રોલના ભાવ?
Ethanol Blending Petrol: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને બીપી મોબિલિટી (BP Mobility) ના જોઈન્ટ વેન્ચેર Jio-BP તરફથી E20 પેટ્રોલનું વેચાણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. આ પેટ્રોલમાં ઈથેનોલનું 20 ટકા મિશ્રણ હોય છે. બંને કંપનીઓના જોઈન્ટ વેન્ચર તરફથી કહેવામાં આવ્યું કે પેટ્રોલ હાલ પસંદગીના પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ હશે.
Trending Photos
Ethanol Blending Petrol: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને બીપી મોબિલિટી (BP Mobility) ના જોઈન્ટ વેન્ચેર Jio-BP તરફથી E20 પેટ્રોલનું વેચાણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. આ પેટ્રોલમાં ઈથેનોલનું 20 ટકા મિશ્રણ હોય છે. બંને કંપનીઓના જોઈન્ટ વેન્ચર તરફથી કહેવામાં આવ્યું કે પેટ્રોલ હાલ પસંદગીના પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ હશે. અત્રે જણાવવાનું કે ઈન્ડિયા એનર્જી વીક દરમિયાન પીએમ મોદીએ આ અઠવાડિયે ઈ-20 પેટ્રોલનું વેચાણ શરૂ કર્યું હતું.
ઈથેનોલ બ્લેન્ડ પેટ્રોલનું વેચાણ
પીએમ મોદીએ આ પેટ્રોલની શરૂઆત ત્રણ સરકારી પેટ્રોલિયમ કંપનીઓ માટે કરી હતી. પરંતુ હવે જિયો-બીપીએ પણ 20 ટકા એથેનોલ બ્લેન્ડ પેટ્રોલના વેચાણ અંગે જાણકારી આપી. કંપની તરફથી અપાયેલી જાણકારીમાં કહેવાયું કે E20 પેટ્રોલને માર્કેટમાં લોન્ચ કરી દેવાયું છે. આ E20 પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિક્સ હશે.
ઈથેનોલ મિક્સ પેટ્રોલ બજારમાં
જિયો-બીપી દેશની પહેલી એવી પ્રાઈવેટ કંપની છે જેણે એથેનોલ મિક્સ પેટ્રોલ બજારમાં ઉતાર્યું છે. હાલ આ પેટ્રોલ દિલ્હી, મુંબઈ સહિત દેશના મર્યાદિત શહેરોમાં પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ હશે. આવનારા સમયમાં તેને અન્ય પેટ્રોલ પંપ ઉપર પણ ઉપલબ્ધ કરાવવાનો પ્લાન છે. સરકાર તરફથી આ માટે ઘણા સમયથી કામ થઈ રહ્યું હતું.
સરકારનું પ્લાનિંગ
હકીકતમાં સરકારનું પ્લાનિંગ ક્રૂડ ઓઈલના બિલને ઓછું કરવાનું છે. આ માટે સરકાર સતત પેટ્રોલના ઓપ્શન પર કામ કરી રહી છે. જે હેઠળ ઈથેનોલ મિક્સ પેટ્રોલનું વેચાણ શરૂ કરાયું છે. આ માટે ઉર્જા સુરક્ષા, ઓછું કાર્બન ઉત્સર્જન, સારી વાયુ ગુણવત્તા, આત્મનિર્ભરતા, પરાલી જેવા અવશેષોનો પ્રયોગ કરીને ખેડૂતોની આવક વધારવા માટે સરકારે પેટ્રોલમાં ઈથેનોલ મિક્સ કરવા માટે ગાઈડલાઈન બહાર પાડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે