LIC Recruitment 2023: LICમાં 9000 થી વધુ જગ્યાઓ પર ભરતી, એક ક્લિકમાં જાણો દરેત વિગત

LIC Recruitment 2023 Notification: ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીમાં દેશભરમાં બમ્પર ભરતીઓ નિકળી છે. તેના માધ્યમથી ઉમેદવારોની પાસે એલઆઈસીમાં સરકારી નોકરી મેળવવાની શાનદાર તક છે. 

LIC Recruitment 2023: LICમાં 9000 થી વધુ જગ્યાઓ પર ભરતી, એક ક્લિકમાં જાણો દરેત વિગત

નવી દિલ્હીઃ LIC Recruitment 2023 Notification Vacancy Apply Online: ઉમેદવારો પાસે LICમાં સરકારી નોકરી મેળવવાની મોટી તક છે..ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LICમાં દેશભરમાં બમ્પર ભરતીઓ આવી છે.. LIC એ એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસરની જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. કુલ 9394 જગ્યા પર ભરતી કરવામાં આવશે... જેમાં વિવિધ રાજ્યોના અલગ-અલગ શહેરોની પોસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ licindia.in  પર ખાલી જગ્યાઓની સંપૂર્ણ વિગતો ચકાસી શકે છે..

આ તમામ જગ્યા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા એલઆઈસીની સત્તાવાર વેબસાઈટ licindia.in પર હાથ ધરવામાં આવી રહી છે. ઉમેદવારો તેમની અરજી 10 ફેબ્રુઆરી 2023 સુધી સબમિટ કરી શકે છે.

LIC Recruitment 2023 Selection Process
ઉમેદવારોની પસંદગી પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યુથી કરવામાં આવશે. પ્રારંભિક પરીક્ષા 12 માર્ચ, 2023 ના રોજ લેવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષા 8 એપ્રિલ 2023ના રોજ યોજાશે. પ્રિલિમિનરી પરીક્ષા માટે એડમિટ કાર્ડ 4 માર્ચે બહાર પાડવામાં આવશે.

LIC Recruitment 2023 Eligibility: 
અરજી કરનાર ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ અથવા ઈન્સ્યોરન્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, મુંબઈમાંથી ફેલોશિપ ધરાવતા હોવા જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news